ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ચમત્કાર કે પછી રહસ્ય? 4 દિવસ મથ્યા અધિકારીઓ છતાં 8 ફૂટની હનુમાનની પ્રતિમા ટસથી મસ ના થઇ
Last Updated: 07:02 PM, 8 September 2026
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ખડા હનુમાનજીની મૂર્તિને લઈને અચાનક ચર્ચા ચાલી રહી છે. સિંહસ્થ કુંભની તૈયારીઓના ભાગરૂપે કંઠાન-છત્રી રોડને પહોળો કરવાની યોજના હતી જેમાં આ મંદિર અડચણરૂપ બની રહ્યું હતું. જેમાં વહીવટી તંત્રે મંદિરની છત અને દીવાલો તોડી નાખી પણ જ્યારે મૂર્તિને ખસેડવાની વારો આવ્યો ત્યારે વાત અટકી ગઈ.
ADVERTISEMENT
Ujjain’s 170-year-old Khade Hanuman Temple has become a powerful moment of faith. Despite three days of efforts during the shifting process for road widening, the idol at Sati Gate reportedly did not move.
— अथर्व (@Talwar_1009) September 7, 2026
Devotees see this as Hanuman Ji’s divine will. Further decisions will… pic.twitter.com/njyiANJA7c
છેલ્લા ચાર દિવસથી ભારે ક્રેન અને જેસીબીની મદદથી મૂર્તિને હલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે પણ તે ટસ નથી થઈ. જેમાં અમુક લોકો તેને ચમત્કાર માની રહ્યા છે તો કેટલાક કહે છે કે હનુમાનજી અહીંથી જવા માંગતા નથી. મૂર્તિની સુરક્ષા માટે હાલ તંબુની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
હવે નગર નિગમે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની ટીમને બોલાવી છે. જેમાં અંદાજ છે કે આ મૂર્તિ લગભગ 170 વર્ષ જૂની હોઈ શકે છે પણ અમુક કહે છે કે તે પરમાર વંશ કે રાજા ભોજના સમયની હોઈ શકે છે, એટલે કે હજાર વર્ષથી પણ વધુ જૂની. આઠ ફૂટ ઊંચી આ મૂર્તિ બેસાલ્ટ પથ્થરમાંથી બનાવેલી છે અને મજબૂત પાયા પર ટકી હોવાનું માનવામાં આવે છે. ખોદકામમાં લગભગ દોઢ ફૂટ સુધી જવા છતાં પાયાની સ્પષ્ટ માહિતી મળી નથી.
ADVERTISEMENT
ASIની ટીમ હવે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર અને ૩ડી લેઝર સ્કેનિંગ જેવી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મૂર્તિની ઊંડાઈ, પાયાની રચના અને તેની ઉંમર ચેક કરશે. તેઓ જોશે કે આ મૂર્તિ કયા ઐતિહાસિક કાળની છે, તેની આસપાસ કોઈ પુરાતત્ત્વીય અવશેષ છે કે નહીં અને તેને સુરક્ષિત રીતે ખસેડી શકાય કે નહીં? જો મૂર્તિ ખૂબ જૂની નીકળે તો તેને વારસા તરીકે સાચવવાના ઓપ્શન પણ વિચારવામાં આવી શકે છે. જેમાં ASIની મંજૂરી અને માર્ગદર્શન વગર મૂર્તિને હલાવવામાં આવશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ