ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હ્રીતિકની માતા પિંકીનું મોટું રોકાણ, વર્સોવામાં 24માં માળે 67.30 કરોડના બે લક્ઝરી ફ્લેટ લીધા

મનોરંજન / હ્રીતિકની માતા પિંકીનું મોટું રોકાણ, વર્સોવામાં 24માં માળે 67.30 કરોડના બે લક્ઝરી ફ્લેટ લીધા

Published By: Nirav Kumar

Last Updated: 07:43 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિંકી રોશને મુંબઈના વર્સોવામાં 24માં માળે આવેલા બે લક્ઝરી ફ્લેટ 67.30 કરોડમાં ખરીદ્યા છે. આ ખરીદી હૃતિકની ‘ક્રીશ 4’ની તૈયારી વચ્ચે રોશન પરિવારના મોટા રોકાણ તરીકે જોવાઈ રહી છે.

ADVERTISEMENT

હ્રીતિક રોશનની માતા પિંકી રોશને મુંબઈના વર્સોવા વિસ્તારમાં આવેલા સેવન બંગલોઝના લક્ઝરી ટાવર ‘લોટસ સેલેસ્ટિયા’માં બે આલીશાન ફ્લેટ ખરીદ્યા છે. આ બંને એપાર્ટમેન્ટ્સ 24માં માળ પર આવેલા છે અને તેમના માટે કુલ 67.30 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ ડીલમાં આઠ પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે.

રીપોર્ટ અનુસાર આ બંને ઘરોનું કુલ કાર્પેટ એરિયા આશરે 12,860 ચોરસ ફૂટ છે. જેમાં પ્રતિ ચોરસ ફૂટની સરેરાશ કિંમત લગભગ 52,330 કરોડ બેસે છે. આ ખરીદી રોશન પરિવારની રિયલ એસ્ટેટ હોલ્ડિંગમાં એક મોટો વધારો ગણાય છે. આ વર્ષે હ્રીતિકે પણ અમુક પ્રોપર્ટીઝમાં રોકાણ કર્યું હતું.

પિંકી રોશનના લગ્ન ફિલ્મમેકર અને કમ્પોઝર રાકેશ રોશન સાથે થયા છે. તેઓ હ્રીતિક અને સુનૈના રોશનની માતા છે. રોશન પરિવાર દાયકાઓથી બોલીવુડ સાથે જોડાયેલો છે. જેમાં રાકેશ રોશન ક્રીશ ફ્રેન્ચાઇઝી માટે ફેમસ છે જ્યારે હ્રીતિક મોટા સ્ટારમાંના એક છે.

વધુ વાંચો : Bigg Boss 20: આમ્રપાલિ દુબે અને અરિશ્ફા ખાન વચ્ચે ઉગ્ર ઝઘડો, 'સંસ્કારો' સુધી પહોંચી વાત!

આ દરમિયાન હ્રીતિક પોતાની સુપરહીરો ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘ક્રીશ 4’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ હાલ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને ફેંસ તેની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં તેને આલિયા ભટ્ટ અને શર્વરી સ્ટારર ફિલ્મ ‘આલ્ફા’માં કેમિયો રોલ પણ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bought flats Hrithik Roshan Pinky Roshan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ