ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બોસે લીધેલા પૈસા ચૂકવવા પડ્યાં, અમદાવાદમાં વ્યાજખોરોએ યુવક પાસેથી 26 લાખ પડાવ્યાં
Last Updated: 06:55 PM, 8 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં વ્યાજખોરનો આતંક ફરી એક વખત સામે આવ્યો..જેમાં ખાનગી નોકરી કરનાર યુવકને બોસ એ લીધેલા વ્યાજ ના પૈસા તેને ચૂકવવાનો વારો આવ્યો..વ્યાજખોરો બોસનો સંપર્ક ન થતા કર્મચારીને ટાર્ગેટ કરાયો હતો. વ્યાજખોરોએ કાર અને સોના દાગીના મળી 26 લાખ રૂપિયા પડાવ્યા હતા. બોપલ પોલીસે ચારેય વ્યાજખોરો ગુનો નોધી આરોપી ધરપકડ કરી.
ADVERTISEMENT
26 લાખ રુપિયા પડાવ્યાં
આરોપી વિશાલ દેસાઈ , વિક્રમ દેસાઈ , આયુષ દેસાઈ અને આશિષ ઉર્ફે બચ્ચન દેસાઈએ વ્યાજખથોરોએ યુવકને માનસિક ત્રાસ આપીને તેની ગાડી અને સોના દાગીના પડાવી લીધા હતા. ખાનગી કંપનીમાં નોકરી કરતા દર્શન પુરોહિતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા બે વર્ષ થી વ્યાજખોરો તેને પરેશાન કરી રહ્યા છે. આરોપીઓ પરિવારો જાનથી મારી નાખવાની ધમકી આપીને 10 ટકા લેખે ઊંચું વ્યાજ વસૂલ કરીને રૂપિયા 26 લાખ પડાવ્યા હતા. વ્યાજખોરો ફરિયાદી માતાનું સોનાનું સેટ અને પત્ની મંગલસૂત્ર ગિરવે મુકી ને બળજબરી પૂર્વક લોન લેવડાવી રૂપિયા પર લીધા હતા જેમાં 12 લાખ રૂપિયા રોકડ આપ્યા હતા પરતું હવે વ્યાજખોરોની નજર યુવકના મકાન પર પડતા ભોગવનારે બોપલ પોલીસનો સંપર્ક કર્યો હતો..પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોધી ચારેય વ્યાજખોરોની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે બે વર્ષ અગાઉ ભોગ બનાર દર્શન પુરોહિત સિંધુભવન રોડ પર આવેલ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ એકેડેમી નોકરી કરતો હતો..આ દરમિયાન વ્યાજ ખોર વિશાલ દેસાઈ તેના બે ભાઈઓને નોર્વે ખાતે મોકલવા માટે આ કંપની ના માલિક ગૌરવ શોર્ય સંપર્ક કર્યો હતો હતો. ગૌરવે આરોપી વિશાલે રૂપિયા 20 લાખ આપ્યા હતા પરંતુ ટાઈમે પૈસા ન ચૂકવતા આરોપીઓ પેનલ્ટી નામે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી..જેથી ગૌરવ એ પૈસા ન ચૂકવતા કર્મચારી દર્શન ની ગાડી સિક્યુરિટી પેટે આરોપીને ગિરવે આપી હતી અને બે સહી વાળા કોરા ચેક પણ લીધા હતા.
ADVERTISEMENT
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
ADVERTISEMENT
વ્યાજખોરો ચેક બેંકમાં ભરીને કેશ કરવાની અવાર નવાર ધમકી આપીને દર્શન ડરાવતા હતા. આ કુખ્યાત વ્યાજખોરોએ 10 ટકા વ્યાજ સાથે પૈસા મેળવવા ભોગ બનાર દર્શન ને અપહરણ કરી માર માર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.. મહત્વનું છે કે પકડાયેલા આરોપીમાં વિશાલ દેસાઈ અને વિક્રમ દેસાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે..જેઓના વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ,ધમકી અને મારામારી ની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.