ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'દસમાંથી ચાર મેચ એકલો જીતાડી શકે!’ 15 વર્ષના વૈભવ પર ગાવસ્કરનો ભરોસો

સ્પોર્ટસ / 'દસમાંથી ચાર મેચ એકલો જીતાડી શકે!’ 15 વર્ષના વૈભવ પર ગાવસ્કરનો ભરોસો

Published By: Nirav Kumar

Last Updated: 09:34 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે, યુવા વૈભવ સૂર્યવંશી દસમાંથી ત્રણ-ચાર મેચ એકલા દમે જીતાવી શકે છે. તેને લઇ ધીરજ રાખવી જોઈએ કેમ કે અનુભવ વધતાં વૈભવ વધુ ખતરનાક બનશે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી હાલમાં દિવસોમાં ચર્ચામાં છે. દલીપ ટ્રોફીમાં તેને બેટથી પોતાની ક્ષમતા ફરી બતાવી છે અને હવે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં પણ તે રનોની વરસાદ કરી શકે છે. જેમાં માત્ર 15 વર્ષની ઉંમરે આક્રમક બેટિંગથી ધ્યાન ખેંચનારા આ પ્લેયરના સમર્થનમાં મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર પણ આવ્યા છે.

પોતાની એક કોલમમાં ગાવસ્કરે લખ્યું છે કે, T20 ક્રિકેટમાં દરેક મેચમાં મોટા સ્કોર બનાવવા સરળ નથી. પણ વૈભવ એવો પ્લેયર છે જે દસમાંથી ત્રણ-ચાર મેચમાં પોતાની તોફાની ઇનિંગથી વિરોધી ટીમને મેચમાંથી બહાર કરી શકે છે. જો મોટી ઇનિંગ ન પણ રમે તો પણ પહેલા દોઢ-બે ઓવરમાં 25-30 રન ઠોકીને ટીમને મજબૂત શરૂઆત આપી દે છે.

ગાવસ્કરના મતે વૈભવ ખૂબ સમજદાર પ્લેયર છે. તેને પોતાની ગેમમાં ઝડપથી સુધારો કર્યો છે. અગાઉ માત્ર સીધા કે ઓન-સાઇડમાં શોટ રમતો હતો હવે મેદાનના દરેક ખૂણે છક્કા મારવાની આર્ટ શીખી ગયો છે. તે હજુ ખૂબ નાનો છે તેથી મેનેજમેન્ટે તેમના પર ધીરજ રાખવી જોઈએ. અનુભવ વધતાં તેઓ વધુ ખતરનાક બેટ્સમેન બનશે.

વધુ વાંચો : IPL 2027 પહેલાં KL રાહુલના દિલ્હી છોડવાની અટકળો! રાહુલે કહ્યું- ‘આગામી સીઝનની રાહ નથી જોઈ શકતો’!

ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ઝિમ્બાબ્વેમાં બે ફિફ્ટી ફટકારીને તેને બતાવ્યું છે કે તેમાં ટકી રહેવાની અને રન બનાવવાની ક્ષમતા છે. આગામી એશિયન ગેમ્સ જેવા મોટા ટુર્નામેન્ટમાં વૈભવ ભારતીય ટીમના મોટો મેચ-વિનર સાબિત થઈ શકે છે. જોકે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમો સામે પડકાર સરળ નહીં હોય. ભારતે ફિલ્ડિંગમાં પણ સુધારો કરવો જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

match winner Sunil Gavaskar Vaibhav Suryavanshi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ