ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પતિને છોડી ભાગી ગઈ બે બેનપણી, 'બાબૂ' અને 'માઈ ક્યૂટ વાઈફ' મેસેજથી થયો ચોંકાવનારો ખુલાસો

હરિયાણા / પતિને છોડી ભાગી ગઈ બે બેનપણી, 'બાબૂ' અને 'માઈ ક્યૂટ વાઈફ' મેસેજથી થયો ચોંકાવનારો ખુલાસો

Published By: Nirav Kumar

Last Updated: 09:25 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણામાં બે પરિણીત સહેલીઓ ચાર બાળકો અને નવ લાખના ઘરેણાં સાથે ફરાર થઈ ગઈ છે. જેમાં પતિઓનો આક્ષેપ છે કે તેમને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે એવામાં પોલીસ શોધખોળ કરી રહી છે.

ADVERTISEMENT

હરિયાણામાં બે પરિણીત સહેલીઓના ભાગી જવાનો આ કિસ્સો સામે આવ્યો છે. જેને બંને પરિવારોમાં હાહાકાર મચાવી દીધો છે. બલ્લભગઢની લક્ષ્મણ કોલોનીની 25 વર્ષીય મંજુના લગ્ન 2020માં પલવલના સની સાથે થયા હતા. તેની બાળપણની બહેનપણી રીના પણ એ જ વર્ષે ગુરુગ્રામના મુમતાજપુરના વેદપાલ સાથે પરણી હતી.

21 ઓગસ્ટે મંજુ પોતાના ચાર વર્ષના દીકરા અને બે વર્ષની દીકરી સાથે ઘરમાંથી અચાનક ગાયબ થઈ ગઈ. સાથે લગભગ 4 લાખ રૂપિયાના સોનાના ઘરેણાં પણ લઈ ગઈ. જ્યારે તેની શોધખોળમાં રીનાના ઘરે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે રીના પણ પોતાની ચાર વર્ષની દીકરી અને દોઢ વર્ષના દીકરા સાથે આશરે 5 લાખના ઘરેણાં અને રોકડા સાથે ફરાર છે. કુલ મળીને ચાર નાનાં બાળકો અને લગભગ 9 લાખના ઘરેણાં-રોકડા સાથે બંને મહિલાઓ ગાયબ છે.

જેમાં પતિઓનો આક્ષેપ છે કે બંને બહેનપણીઓ છેલ્લા દોઢ વર્ષથી એકબીજા સાથે સંપર્કમાં હતી અને હવે તેમને એકબીજા સાથે જ લગ્ન કરી લીધા છે. જેમાં વોટ્સએપ ચેટમાં તેઓ એકબીજાને ‘માય ક્યુટ વાઇફ’, ‘માય લવ’ અને ‘બાબુ’ કહીને સંબોધતી હતી. બંને 12મી સુધી સાથે અભ્યાસ કર્યો હોવાથી શરૂઆતમાં આ વાતચીતને સામાન્ય મિત્રતા માનવામાં આવી હતી પણ હવે ચેટ સામે આવ્યા બાદ શંકા વધી ગઈ છે.

જેમાં પતિઓનું કહેવું છે કે પત્નીઓ સાથે રહે તો તેમને વાંધો નથી પણ બાળકો સુરક્ષિત પાછા આવે એ જરૂરી છે. આ મામલે પલવલના ભવન કુંડ ચોકી અને ગુરુગ્રામના પટૌદી પોલીસ સ્ટેશનમાં મિસિંગ અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયા છે.

વધુ વાંચો : વહુએ 6 લાખમાં સોપારી આપીને કરોડપતિ સસરાની હત્યા કરાવી, ડુપ્લીકેટ ચાવી બનાવવા નોકરને 1200 આપ્યા

જેમાં પોલીસ મોબાઇલ લોકેશન અને બીજા ટેક્નિકલ પુરાવાઓના આધારે શોધખોળ કરી રહી છે. જોકે બંને મહિલાઓએ એકબીજા સાથે લગ્ન કર્યા હોવાના દાવાની હજુ ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી. મહિલાઓ મળી જાય ત્યાર બાદ જ આખા મામલાની સાચી તસવીર સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haryana marrying married women

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ