ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વંદે માતરમ્ દરમિયાન બેસી જવાના આરોપ વચ્ચે ખેડાવાલાનો ખુલાસો : પહેલા ભાગ સુધી ઊભો હતો, પછી ઉમેરાયેલી પંક્તિઓ વખતે...
Last Updated: 02:55 PM, 9 September 2026
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજે શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં વંદે માતરમ્ ગીત દરમિયાન બનેલી એક ઘટનાને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. સરકાર તરફથી આ ઘટનાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે અને ઇમરાન ખેડાવાલા દ્વારા વંદે માતરમ્ ગીતનું અપમાન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ સરકારે આ ઘટનાને સંસદીય પ્રણાલીનું અપમાન ગણાવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઇમરાન ખેડાવાલાએ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 9, 2026
વંદે માતરમનું અપમાન કર્યું?
ગૃહમાં થયેલી ઘટનાને લઈને સરકારનો વિરોધ
ઇમરાન ખેડાવાલા સામે વંદે માતરમના અપમાનનો આક્ષેપ
સરકારનો સવાલ- ઘટના જાણી જોઈને થઈ કે ભૂલથી?
ભૂલથી થયું હોય તો માફી માંગવાની માંગ
ઘટના અંગે વિધાનસભામાં રજૂઆત કરાશે#Gandhinagar #GujaratAssembly… pic.twitter.com/JQHN1djn1c
ADVERTISEMENT
વર્ષોથી ગુજરાત વિધાનસભાના ગૃહમાં વંદે માતરમ્ ગીત ગાવાની પરંપરા છે. આજે પણ ગૃહની કાર્યવાહી દરમિયાન વંદે માતરમ્ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન થયેલી ઘટનાને લઈને સરકાર તરફથી સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સરકાર વતી ઘટનાને શબ્દોમાં વખોડવામાં આવી હતી. આ ઘટના જાણી જોઈને કરવામાં આવી હતી કે પછી ભૂલથી થઈ હતી, તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. જો આ ઘટના ભૂલથી થઈ હોય તો માફી માંગવાની માંગ સરકાર તરફથી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વિધાનસભાના ગૃહમાં પણ રજૂઆત કરવામાં આવશે.
વિધાનસભામાં રાષ્ટ્રગીત મુદ્દે મામલો ગરમાયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 9, 2026
મંત્રીમંડળનું ડેલિગેશન અધ્યક્ષની ઓફિસ પહોંચ્યું
ડે. CM હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પહોંચ્યું મંત્રીમંડળ
ઇમરાન ખેડાવાલાની ફરિયાદ કરવા પહોંચ્યા હોવાની પ્રાથમિક માહિતી
અધ્યક્ષની ઓફિસમાં બંધ બારણે બેઠક શરૂ#Gandhinagar #GujaratAssembly… pic.twitter.com/UVxAW7kNeR
ADVERTISEMENT
દરમિયાન વંદે માતરમ્ ગીતના વિવાદ અંગે ઇમરાન ખેડાવાલાએ પોતાનું નિવેદન આપ્યું છે. ખેડાવાલાએ કહ્યું કે, વંદે માતરમ્ ગીતનું ગાન ચાલી રહ્યું હતું ત્યારે તેઓ ઊભા હતા. તેમણે કહ્યું કે 1937માં ગાંધી, સરદાર અને ટાગોરના સમયમાં જેટલું વંદે માતરમ્ ગવાતું હતું, એટલા ભાગ સુધી તેઓ ઊભા રહ્યા હતા. ત્યાર બાદ તેઓ બેસી ગયા હતા. ખેડાવાલાએ વધુમાં કહ્યું કે તેઓ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા નથી. તેમના જણાવ્યા મુજબ, પાછળથી વંદે માતરમ્ ગીતમાં જે લાઇનો ઉમેરવામાં આવી છે, એ દરમિયાન તેઓ બેસી ગયા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશપ્રેમ માટે ભાજપના સર્ટિની જરૂર નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
વંદે માતરમ્ વિવાદ પર ઇમરાન ખેડાવાલાનું નિવેદન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 9, 2026
‘વંદે માતરમ્ ગાન ચાલતું હતું ત્યારે હું ઊભો હતો’
1937માં જેટલું ગવાતું હતું એટલું જ ગીત ગવાયું
ત્યાં સુધી ઊભો રહ્યો: ખેડાવાલા
‘પાછળથી ઉમેરાયેલી લાઇનો દરમિયાન હું બેસી ગયો’
‘દેશપ્રેમ માટે ભાજપના સર્ટિફિકેટની જરૂર નથી’
‘આ મારું… pic.twitter.com/FQFklpuWOS
ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર થયું છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષ દ્વારા પહેલા જેટલું ગીત ગવાતું હતું, એટલા જ ગીતને તેમણે સહકાર આપ્યો છે. તેમણે કહ્યું કે અડધા ગીતે તેઓ બેસી ગયા છે, પરંતુ આ તેમનો પર્સનલ મામલો છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે આ તેમનું સ્ટેન્ડ છે, કોંગ્રેસનું સ્ટેન્ડ નથી.
બીજી તરફ, વિધાનસભા ગૃહમાં વંદે માતરમ્ મુદ્દે કિરીટ પટેલે પણ નિવેદન આપ્યું છે. કિરીટ પટેલે કહ્યું કે ઇમરાન ખેડાવાલા ઊભા થયા હતા. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રગીત દરમિયાન ઇમરાન ખેડાવાલા ઊભા થયા નહોતા તે હકીકત ખોટી છે. કિરીટ પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે ગુજરાત વિધાનસભામાં આવું જ થયું છે અને કોંગ્રેસને બદનામ કરવાના સરકારના કાવતરા છે. આમ, વંદે માતરમ્ ગીત દરમિયાન બનેલી ઘટનાને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. હવે આ મામલે વિધાનસભાના ગૃહમાં શું રજૂઆત થાય છે અને સરકાર તરફથી આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ