ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદના ઓઢવમાં ઘરે પાર્ક કારનો રસ્તા પર ચેકિંગનો મેમો? PSI સામે ખોટો મેમો બનાવી સરકારી દસ્તાવેજના દુરુપયોગનો આક્ષેપ
Last Updated: 02:00 PM, 9 September 2026
ADVERTISEMENT
કાર ઘરે પાર્ક કરેલી હોય અને પોલીસના ચોપડે તેનું ચેકિંગ રસ્તા પર થયેલું દર્શાવી મેમો ફટકારવામાં આવે તો સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. આવો જ ગંભીર આક્ષેપ ઓઢવ વિસ્તારમાં રહેતા ચેતક અિજતકુમાર શાહે ઓઢવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સામે કર્યો છે. ચેતક શાહે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને લેખિત અરજી કરીને પીએસઆઈ દિલીપ ઈશ્વરભાઈ પટેલે પોતાની કાળા રંગની વર્ના કારનો ખોટો મેમો બનાવી સરકારી દસ્તાવેજનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ખાસ વાત એ છે કે ચેતકે પોતાની અરજીમાં સોસાયટીના સીસીટીવી ફૂટેજનો પણ ઉલ્લેખ કર્યો છે અને પોલીસ સ્ટેશન લઈ જવાયેલી ગાડી તથા ત્યાંના સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની માગ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અરજી મુજબ ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારના આશરે ૧૧ વાગ્યે પીએસઆઈ િદલીપ પટેલ ચેતકના ઘરે પહોંચ્યા હતા. તેમણે ચેતક શાહને ઘરની બહાર બોલાવી તેમની કાળા રંગની વર્ના કાર ચેક કરવાની હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ કારની ચાવી લઈ વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. ગાડીમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે ચેતકના જણાવ્યા પ્રમાણે ગાડી તે સમયે તેમના ઘરની બહાર જ પાર્ક હતી તો પછી તેના મેમોમાં વાહન અન્ય સ્થળે ચેક કરાયું હોવાનું કેવી રીતે દર્શાવવામાં આવ્યું?
ADVERTISEMENT
અરજીમાં જણાવ્યા પ્રમાણે પીએસઆઈએ કાર પોલીસ સ્ટેશન લઈ આવવા જણાવ્યું હતું. ત્યાર બાદ ગાડી ઓઢવ પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. ત્યાં કાર નંબર જીજે-27 ડીએમ-9456નો મેમો આપવામાં આવ્યો હતો. ચેતકના જણાવ્યા પ્રમાણે મેમોમાં વાહન ચેકિંગનું સ્થળ આદિનાથનગર ચાર રસ્તા, ઓઢવ દર્શાવવામાં આવ્યું હતું.ચેતક શાહનો આક્ષેપ છે કે કાર હકીકતમાં તેમના ઘરે હતી અને પીએસઆઈ પોતે ત્યાં આવ્યા હતા, છતાં મેમોમાં અલગ સ્થળ દર્શાવવામાં આવ્યું છે. આ બાબતે તેમણે મેમો ખોટો બનાવી સરકારી દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી તપાસની માગ કરી છે.
ADVERTISEMENT
આ અરજીનો સૌથી મહત્ત્વનો ભાગ સીસીટીવી ફૂટેજને લઈને કરવામાં આવેલા દાવા સાથે જોડાયેલો છે. અરજદારના જણાવ્યા પ્રમાણે તેમની સોસાયટીના સીસીટીવી કેમેરામાં પીએસઆઈ કાર ચેક કરવા ઘરે આવ્યા હોવાની ઘટના કેદ થઈ છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ છે કે સીસીટીવીમાં પીએસઆઈ ઘરે આવી કાર ચેક કરતા જોવા મળે છે. ત્યાર બાદ મેમો રોડ પર બનાવવામાં આવ્યો હોવાનું ચેતકે જણાવ્યું છે. ચેતકે આ સીસીટીવી ફૂટેજને ફરિયાદની તપાસમાં મહત્ત્વનો પુરાવો ગણાવી તેની ચકાસણી કરવાની માગ કરી છે, સાથે જ કાર ઓઢવ પોલીસ સ્ટેશન લઈ જવાઈ ત્યારે પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં પણ ઘટના કેદ થઈ હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ચેતક શાહે અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે મેમો આપ્યા બાદ તેમને દંડ ભરીને કાર છોડાવી લેવાનું કહેવામાં આવ્યું હતું. અરજદારના જણાવ્યા પ્રમાણે સમગ્ર કાર્યવાહીથી તેમને એવું લાગ્યું કે કાર ઘરે હોવા છતાં વાહન ચેકિંગનું અલગ સ્થળ દર્શાવી મેમો બનાવવામાં આવ્યો છે. અરજીમાં આ કાર્યવાહી પાછળ પૈસા પડાવવાનો ઇરાદો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જોકે આ તમામ આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે અને તેની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકે છે.
અમદાવાદમાં PSI સામે ગંભીર આક્ષેપ, ઘરે પાર્ક કારનું રસ્તા પર ચેકિંગ દર્શાવી મેમો ફટકાર્યાની ફરિયાદ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 9, 2026
અમદાવાદના ઓઢવમાં PSI દિલીપ પટેલ સામે ચેતક શાહે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે. અરજદારનો આક્ષેપ છે કે તેમની કાર ઘરે પાર્ક હોવા છતાં PSI ઘરે આવી કાર ચેક કરી અને બાદમાં મેમોમાં… pic.twitter.com/JtdVTpiJzp
ADVERTISEMENT
ચેતક શાહે પોતાની અરજીમાં અગાઉની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમના મિત્રની બાઈક જીજે-27 ટીએન-9157 પણ ઓઢવ વિસ્તારમાં તેના ઘરે પડી હતી ત્યારે તેને િડટેન કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ઘરેથી લઈ જવામાં આવી હતી. આ ઉપરાંત ચેતકે મિલકત સંબંધિત અગાઉના વિવાદ અને પોતાની સામે થયેલી કાર્યવાહીનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર ઘટનાઓને ધ્યાનમાં લઈ પીએસઆઈ વિરુદ્ધ તપાસ જરૂરી છે.
આ મામલે ચેતક શાહે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં લેખિત અરજી કરી છે. અરજીમાં પીએસઆઈ િદલીપ ઈશ્વરભાઈ પટેલ વિરુદ્ધ તેમની ફરિયાદ નોંધી યોગ્ય તપાસ કરવામાં આવે, સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે, પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવે અને ખોટો મેમો બનાવવામાં આવ્યો હોય તો જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ