ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરખેજ-ધોલેરા સેમી-હાઈસ્પીડ રેલ લાઇનનું કામ હવે હકીકતની નજીક, રૂ. 18,901.7 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર મંગાવાયા
Last Updated: 12:35 PM, 9 September 2026
ADVERTISEMENT
સરખેજ-ધોલેરા સેમી-હાઈસ્પીડ ડબલ રેલ લાઇનનું કામ હવે હકીકતની એક ડગલું નજીક પહોંચ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા રૂ. ૧૮,૯૦૧.૭ કરોડના એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઈપીસી) પ્રોજેક્ટ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૩૦ સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. આગામી વર્ષની શરૂઆતમાં બાંધકામ શરૂ થવાની શક્યતા છે અને અંતિમ કોન્ટ્રાક્ટ અપાયા બાદ ૪૨ મહિનામાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT

સૂત્રોના જણાવ્યા મુજબ, નવી રેલ લાઇન એક્સપ્રેસવેને સમાંતર બનાવવામાં આવશે. ડબલ ટ્રેક ધરાવતી આ સેમી-હાઈસ્પીડ રેલ લાઇન અમદાવાદના સરખેજને ધોલેરા સાથે જોડશે. તેનાથી અમદાવાદ અને ગુજરાતના મહ્ત્વના ઊભરતા ઔદ્યોગિક તથા રોકાણ કેન્દ્ર ધોલેરા વચ્ચે ઝડપી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
આ પ્રોજેક્ટ હેઠળ લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ તેમજ આગામી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ રેલ કનેક્ટિવિટી મળશે. સમગ્ર પ્રોજેક્ટમાં કુલ ૧૧ સ્ટેશન બનાવવાનું આયોજન છે, જેમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લોથલનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
રેલ કોરિડોરમાં ત્રણ મોટા પુલ, વાયડક્ટ, ૩૯ રોડ અન્ડરબ્રિજ (આરયુબી) અને બે રેલ-ઓવર-રેલ બ્રિજ બનાવવામાં આવશે. આ કોરિડોર શીલજ કેનાલ રોડ વિસ્તારથી શરૂ થઈ સરદાર પટેલ રિંગ રોડને સમાંતર પસાર થશે. માર્ગમાં બોપલ ક્રોસ રોડ્સ અને શાંતિપુરા ક્રોસ રોડ્સને જોડતાં તે બદરાબાદ સુધી પહોંચશે. ધોલેરા એરપોર્ટ શરૂ થયા બાદ આ રેલ કનેક્ટિવિટીનું મહત્ત્વ વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ