ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ક્રિકેટર અભિષેક શર્માનું નામ બિઝનેસ જગતની આ અપ્સરા સાથે જોડાયું, જાણો કોણ છે તેમની રુમર્ડ ગર્લફ્રેન્ડ!

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / ક્રિકેટર અભિષેક શર્માનું નામ બિઝનેસ જગતની આ અપ્સરા સાથે જોડાયું, જાણો કોણ છે તેમની રુમર્ડ ગર્લફ્રેન્ડ!

Last Updated: 10:50 AM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા શાનદાર રમત સાથે પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં છે. બિઝનેસવુમન લૈલા ફૈસલ સાથે તેમના અફેરની ચર્ચા ફરી તેજ બની છે.

1/6

photoStories-logo

1. અભિષેક શર્મા પ્રેમમાં ક્લીન બોલ્ડ!

શેર-એ-પંજાબ ટી20 લીગમાં અભિષેક શર્મા અમૃતસર સૂરમાસની કેપ્ટનશિપ કરી રહ્યા છે અને પોતાના પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. જોકે મેદાનની બહાર પણ તેઓ સતત ચર્ચામાં રહે છે. મેચ બાદ ઘણી વખત અભિષેકને લૈલા ફૈસલ સાથે સમય પસાર કરતા જોવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારથી બંનેના સંબંધોની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. IPL 2025થી જોડાઈ રહ્યું છે નામ

અભિષેક શર્માનું નામ લૈલા ફૈસલ સાથે IPL 2025ના સમયથી જોડાઈ રહ્યું છે. ત્યારથી બંનેને લઈને સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં અનેક પ્રકારની ચર્ચાઓ જોવા મળી છે. જોકે મહત્વની વાત એ છે કે અભિષેક શર્મા કે લૈલા ફૈસલ બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યો નથી. તેથી હાલ બંનેને રુમર્ડ કપલ તરીકે જ જોવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કોણ છે લૈલા ફૈસલ?

અભિષેક શર્મા સાથે નામ જોડાયા બાદ લૈલા ફૈસલ ચર્ચામાં આવી છે. લૈલા શોબિઝની દુનિયા સાથે જોડાયેલી નથી પરંતુ બિઝનેસ જગતમાં પોતાની ઓળખ ધરાવે છે. તેઓ દિલ્હીની રહેવાસી છે અને એક જાણીતા કાશ્મીરી મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. બિઝનેસ ઉપરાંત ફેશન ક્ષેત્રમાં પણ તેમણે પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લંડનમાં મેળવ્યું ખાસ એજ્યુકેશન

રિપોર્ટ્સ અનુસાર લૈલા ફૈસલે દિલ્હીની દિલ્હી પબ્લિક સ્કૂલ, આર.કે. પુરમમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે કિંગ્સ કોલેજ લંડનમાંથી સાઇકોલોજીમાં ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઇન, માર્કેટિંગ અને સ્ટાઇલિંગના કોર્સ પણ કર્યા હતા. લંડનમાં રહીને તેમણે ફેશનની દુનિયામાં પોતાની સ્કિલ્સને વધુ વિકસાવી હતી અને કોલેજની ફેશન સોસાયટીના લીડર તરીકે પણ કામ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પિતાની કંપનીમાં COO તરીકે કરી શરૂઆત

ભારત પરત ફર્યા બાદ લૈલા ફૈસલે પોતાના પિતાની ફર્મ 'સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી' સાથે કામ શરૂ કર્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે તેમણે આ કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર એટલે કે COO તરીકે જવાબદારી સંભાળી હતી. પિતાના બિઝનેસને આગળ વધારવામાં મદદ કરવાની સાથે તેઓ પોતાની અલગ ઓળખ બનાવવા પણ ઇચ્છતા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 2022માં પોતાનો ફેશન લેબલ લોન્ચ કર્યો

પોતાની અલગ ઓળખ બનાવવાના હેતુથી લૈલા ફૈસલે વર્ષ 2022માં પોતાની માતા સાથે મળીને 'લૈલા રૂહી ફૈસલ ડિઝાઇન્સ' નામનું હાઇ-એન્ડ લેબલ લોન્ચ કર્યું હતું. ફેશન ડિઝાઇનિંગ અને સ્ટાઇલિંગમાં રસ ધરાવતી લૈલાએ આ બિઝનેસ દ્વારા પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો. રિયલ લાઇફમાં પણ તેઓ ગ્લેમરસ લુક માટે જાણીતી હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે.હાલ અભિષેક શર્મા અને લૈલા ફૈસલના સંબંધોને લઈને માત્ર ચર્ચાઓ ચાલી રહી છે. બંનેમાંથી કોઈએ પણ તેમના અફેરની પુષ્ટિ કરી નથી. તેથી તેમના સંબંધ અંગે સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી તેને રુમર્ડ રિલેશનશિપ તરીકે જ જોવું યોગ્ય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Laila Faisal Abhishek Sharma Girlfriend Abhishek Sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ