ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પરમિટ શોપમાં ઈમ્પોર્ટેડ દારૂના ભાવમાં 60થી 90%નો વધારો, નવી એક્સાઇઝ સિસ્ટમથી વેચાણ ઘટ્યું
Last Updated: 01:35 PM, 9 September 2026
ADVERTISEMENT
ગુજરાતની પરમિટ શોપમાં ઈમ્પોર્ટેડ (આયાતીઃ દારૂના ભાવમાં ૬૦થી ૯૦ ટકા સુધીનો વધારો થયો છે. નવી એક્સાઇઝ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ‘સ્પેશિયલ ફી’ની ગણતરીમાં ફેરફાર થતાં આ ભાવવધારો થયો છે. પરિણામે વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને પરમિટધારકો-રિટેલર્સમાં પણ અનિશ્ચિતતા સર્જાઈ છે.
ADVERTISEMENT

ગુજરાત સરકારે પરમિટ શોપ માટે લિકર એન્ડ એક્સાઇઝ મેનેજમેન્ટ સિસ્ટમ (LEMS) અમલમાં મૂકી છે. પ્રોહિબિશન વિભાગના જણાવ્યા મુજબ, સ્પેશિયલ ફીની ગણતરી અંગે કેગ (CAG) દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા બાદ કેગના સૂચન મુજબ નવી ગણતરી લાગુ કરાઈ છે. સરકાર આ અંગે ટૂંક સમયમાં સમિતિ રચીને અંતિમ નિર્ણય લેશે.
ADVERTISEMENT
નવી ફોર્મ્યુલા મુજબ ૭૫૦ એમએલની બોટલની બેઝિક વેલ્યુ રૂ. ૧,૫૦૦ સુધી હોય તો સ્પેશિયલ ફી રૂ. ૩૭૫થી વધારીને રૂ. ૧,૫૦૦ કરાઈ છે. અગાઉ રૂ. ૬,૦૦૦ સુધીની બેઝિક વેલ્યુ ધરાવતી કેટલીક બ્રાન્ડ પર રૂ. ૧,૫૦૦ની ફી લાગતી હતી, પરંતુ હવે તે સ્લેબ બદલાતા રૂ. ૬,૦૦૦ની સ્પેશિયલ ફી લાગશે. તેના પગલે રેડ લેબલ, એબ્સોલ્યુટ, બેલેન્ટાઇન’સ, જે એન્ડ બી, જ્હોની વોકર અને સ્કોચ લીડર જેવી બ્રાન્ડ ૬૦થી ૭૦ ટકા મોંઘી બની છે. આશરે રૂ. ૩,૧૦૦માં મળતી ઈમ્પોર્ટેડ બ્રાન્ડ હવે રૂ. ૪,૯૫૦માં, જ્યારે ગ્લેનફિડિચ જેવી પ્રીમિયમ બ્રાન્ડ રૂ. ૧૦,૦૦૦થી વધીને લગભગ રૂ. ૧૮,૦૦૦ થઈ છે.
ADVERTISEMENT
ઉદાહરણ તરીકે, રૂ. ૧,૫૦૦ની બેઝિક વેલ્યુ ધરાવતી બોટલની જૂની અંતિમ કિંમત રૂ. ૩,૦૯૦ હતી, જે નવી ગણતરીમાં રૂ. ૪,૯૫૦ થઈ છે. હોલસેલ ડિસ્ટ્રિબ્યૂટરના જણાવ્યા મુજબ, નવી સિસ્ટમ અને ફોર્મ્યુલા અમલમાં આવ્યા બાદ તહેવારોની સિઝન હોવા છતાં વેચાણમાં ૨૦થી ૩૦ ટકા ઘટાડો થયો છે. સ્થિતિ યથાવત્ રહેશે તો વેચાણ અડધું થવાની ભીતિ છે. પરમિટધારકોનું કહેવું છે કે અન્ય રાજ્યોમાં રૂ. ૧,૨૦૦થી રૂ. ૧,૫૦૦માં મળતી બોટલ ગુજરાતમાં રૂ. ૪,૯૫૦માં મળે તે યોગ્ય નથી. તેમણે સરકાર પાસે નીતિમાં ફેરફારની માગ કરી છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ