ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 પહેલાં અમદાવાદમાં ભદ્ર ફેસ્ટિવલ અને વોટર હેરિટેજ સિરીઝ, ઝળહળશે ઐતિહાસિક ધરોહર

ગુજરાત / વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 પહેલાં અમદાવાદમાં ભદ્ર ફેસ્ટિવલ અને વોટર હેરિટેજ સિરીઝ, ઝળહળશે ઐતિહાસિક ધરોહર

Published By: Nidhi Panchal

Last Updated: 01:26 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 પહેલાં અમદાવાદ શહેર પોતાની સંસ્કૃતિ, સ્થાપત્ય અને ઐતિહાસિક ધરોહરની ભવ્ય ઝલક દેશ-વિદેશ સમક્ષ રજૂ કરશે. AMC દ્વારા 15 નવેમ્બરે ભદ્ર ફેસ્ટિવલ અને 25 નવેમ્બરે વોટર હેરિટેજ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ પહેલાં અમદાવાદ શહેર ગુજરાતની સંસ્કૃતિ, સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાની ઝલક દેશ-વિદેશ સમક્ષ રજૂ કરવા તૈયાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા આયોજિત ભદ્ર ફેસ્ટિવલ અને વોટર હેરિટેજ સિરીઝના માધ્યમથી શહેરના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવામાં આવશે.

heritage

ભદ્ર ફેસ્ટિવલનું આયોજન ૧૫ નવેમ્બરે ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ વિસ્તાર, ભદ્ર ચોક અને ત્રણ દરવાજા સહિતના સ્થળોએ કરવામાં આવશે. જ્યારે વોટર હેરિટેજ સિરીઝનું આયોજન ૨૫ નવેમ્બરે શહેરની ત્રણ ઐતિહાસિક વાવો—જેઠાભાઈની વાવ, અમૃતવર્ષિણીની વાવ અને દાદા હરિની વાવ—ખાતે કરવામાં આવશે. ભદ્ર ફેસ્ટિવલમાં સંગીત કાર્યક્રમો, પર્ફોર્મિંગ અને વિઝ્યુઅલ આર્ટ્સ, પ્રદર્શનો, સ્થાપત્યની વિવિધ રજૂઆતો તથા જાહેર સહભાગિતાના કાર્યક્રમો યોજાશે. આ ફેસ્ટિવલમાં જાણીતા કલાકારો ઉસ્તાદ ફઝલ કુરેશી, ઉસ્તાદ શૂજાત ખાન, ગાયક જયતીર્થ મેવુંડી, સેલિસ્ટ અને સંગીતકાર સાસ્કિયા રાઓ-દે હાસ સહિતના કલાકારો ભાગ લેશે.

સંગીત કાર્યક્રમ પણ આયોજનનો ભાગ રહેશે

આ ફેસ્ટિવલમાં વિરાસતનું મેપિંગ અને ઇલ્યુમિનેશન, ફોટોગ્રાફી પ્રદર્શન, નાગારા વાદ્યવૃંદ અને શોભાયાત્રા પણ યોજાશે. આ ઉપરાંત ભવાઈ પર્ફોર્મન્સ અને પસંદગીના સંગીતકારો સાથેનો વિશેષ સંગીત કાર્યક્રમ પણ આયોજનનો ભાગ રહેશે. બીજી તરફ, વોટર હેરિટેજ સિરીઝમાં શહેરની ઐતિહાસિક વાવોને કેન્દ્રમાં રાખીને સવારથી શરૂ થઈ સૂર્યાસ્ત બાદ સુધી ચાલતો દિવસભરનો કાર્યક્રમ યોજાશે. સંગીત, સાહિત્ય, જાહેર સહભાગિતા અને લાઇટિંગ દ્વારા ત્રણેય ઐતિહાસિક સ્મારકોના સ્થાપત્ય અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કરવામાં આવશે.

આ પણ વાંચો : સરખેજ-ધોલેરા સેમી-હાઈસ્પીડ રેલ લાઇનનું કામ હવે હકીકતની નજીક, રૂ. 18,901.7 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર મંગાવાયા

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમો માટે જાણીતા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી, ઉસ્તાદ શૂજાત ખાન, જયતીર્થ મેવુંડી, સાસ્કિયા રાઓ-દે હાસ, દિલશાદ ખાન અને હિમાલી વ્યાસ નાયકનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોનો હેતુ અમદાવાદના ઐતિહાસિક સ્મારકોને માત્ર વારસાના સ્થળો તરીકે નહીં, પરંતુ જીવંત જાહેર સ્થળો તરીકે લોકો સમક્ષ રજૂ કરવાનો છે. કાર્યક્રમો દ્વારા સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓને શહેરની ઐતિહાસિક ધરોહરનો નવેસરથી અનુભવ કરાવાશે અને ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે અમદાવાદની આગવી ઓળખની ઉજવણી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Heritage Bhadra Festival Water Heritage

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ