ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પુકલમના ફૂલોના કચરામાંથી ધૂપ બનાવવાની પ્રવૃત્તિમાં અમદાવાદની નારાયણા સેન્ટ્રલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત / પુકલમના ફૂલોના કચરામાંથી ધૂપ બનાવવાની પ્રવૃત્તિમાં અમદાવાદની નારાયણા સેન્ટ્રલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ

Last Updated: 03:56 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રી નારાયણા સેન્ટ્રલ સ્કૂલમાં ઈકો ક્લબ ટીમ દ્વારા ‘બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ’ અંતર્ગત એક વિશિષ્ટ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

1/5

photoStories-logo

1. પુકલમના ફૂલોના કચરામાંથી ધૂપ બનાવવાની પ્રવૃત્તિમાં અમદાવાદની નારાયણા સેન્ટ્રલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ

અમદાવાદ સ્થિત શ્રી નારાયણા સેન્ટ્રલ સ્કૂલ કેમ્પસ ખાતે પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા અને કચરા વ્યવસ્થાપનનો સુંદર સંદેશ આપતી એક વિશિષ્ટ પ્રવૃત્તિ યોજાઈ ગઈ. ઓણમ પર્વ દરમિયાન શાળામાં બનાવવામાં આવેલી પુકલમ (ફૂલોની રંગોળી)માં વપરાયેલા ફૂલો અને પાંદડાંના કચરામાંથી 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' અભિગમ અપનાવીને સુગંધિત ધૂપ તૈયાર કરવામાં આવી હતી. શાળાની ઈકો ક્લબ ટીમ, શ્રીમતી સોનુ વૈદ્ય અને શ્રીમતી બીજીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આ નવતર પ્રયોગ હાથ ધરાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વિદ્યાર્થીઓએ મેળવ્યું પ્રાયોગિક જ્ઞાન

આ સર્જનાત્મક પ્રવૃત્તિમાં ધોરણ 3 થી 9 તેમજ ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પુકલમમાં વપરાયેલા નકામા બની ગયેલા ફૂલો અને પાંદડાંઓને એકત્ર કરી, તેને યોગ્ય રીતે સૂકવીને તેનો ઝીણો પાવડર બનાવવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પર્યાવરણમિત્ર ધૂપ બનાવવામાં આવી

આ પાવડરમાં ચોક્કસ પ્રમાણમાં ધૂપ પાવડર અને શુદ્ધ ઘી ઉમેરીને મિશ્રણ તૈયાર કરાયું હતું. ત્યારબાદ, મોલ્ડ તેમજ નાના શંકુ (cone) આકારનો ઉપયોગ કરીને પર્યાવરણમિત્ર ધૂપ બનાવવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પર્યાવરણ અને સર્જનાત્મકતાનો સંગમ

આ પ્રવૃત્તિ દ્વારા શાળાઓમાં માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે બાળકોને વેસ્ટ મેનેજમેન્ટ, પર્યાવરણીય જવાબદારી અને ટીમવર્કનું પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. ફૂલોના કચરાને ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગી અને ધાર્મિક-સામાજિક મહત્વ ધરાવતી વસ્તુમાં પુનઃઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. શાળાના સંચાલકોએ આ એક્ટિવિટીને શૈક્ષણિક અને સર્જનાત્મક દ્રષ્ટિએ અત્યંત સફળ ગણાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. તમારા વિસ્તારના ફોટો અમને મોકલી આપો

તમારી સોસાયટી, વિસ્તાર કે સ્કૂલ કોલેજની આવી જ એક્ટિવિટી પબ્લિશ કરવા માટે [email protected] પર માહિતી અને ફોટોઝ શૅર કરો

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BestOutOfWaste EcoFriendly ShreeNarayanaCentralSchool
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ