ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:34 PM, 9 September 2026
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે (9 સપ્ટેમ્બર 2026) યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારતીય રેલવેના કાયાકલ્પ અને આધુનિકીકરણને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે સરકારે દેશના સાત અત્યંત વ્યસ્ત (હાઈ ડેન્સિટી) રેલવે કોરિડોરને ચાર માર્ગીય (ફોર લેન / ફોર ટ્રેક) બનાવવાની મંજૂરી આપી દીધી છે.
ADVERTISEMENT
Delhi | Union Minister Ashwini Vaishnaw briefs the media: Union Cabinet approves 5 multitracking projects covering 17 Districts across the states of Tamil Nadu, Andhra Pradesh, Karnataka and Telangana.
— ANI (@ANI) September 9, 2026
The projects will increase the existing network of Indian Railways by about… pic.twitter.com/pUTW1HPgE9
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નઈ, ચેન્નઈ-કોલકાતા અને કોલકાતા-દિલ્હીનો 'ગોલ્ડન ક્વોડ્રિલેટરલ' તથા તેના ડાયગોનલ રૂટ્સ દેશના સૌથી વ્યસ્ત રેલ નેટવર્ક છે. દેશના 11,000 કિલોમીટરના હાઈ ડેન્સિટી કોરિડોરમાંથી આ સાત રૂટ પર ભારતીય રેલવેનો આશરે 40 ટકા ટ્રાફિક ચાલે છે. આ રૂટ્સ પર ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફોર-લેન ટ્રેક બનાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જેમાંથી 2,000 કિમીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, 5,000 કિમી પર કામ ચાલુ કે મંજૂર થઈ ગયું છે અને બાકીના 4,000 કિમી માટે DPR તૈયાર થઈ રહ્યો છે.
#WATCH | Union Cabinet briefing | Delhi: Union Cabinet approves 3 multitracking projects covering 14 districts across the states of West Bengal, Jharkhand, Odisha, Madhya Pradesh and Chhattisgarh.
— ANI (@ANI) September 9, 2026
The Projects will increase the existing network of Indian Railways by about 656… pic.twitter.com/cBlAXhyr1F
ADVERTISEMENT
કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં અનેક રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મુંબઈ-હાવડા રૂટ: ખડગપુરથી ઝારસુગુડા વચ્ચે 367 કિલોમીટર લાંબી ચોથી (4th) રેલ લાઈનને મંજૂરી અપાઈ છે, જેના પર રૂ. 6,528 કરોડનો ખર્ચ થશે.
અરકનમ-રેનિગુંટા રૂટ: 77 કિલોમીટર લાંબી ત્રીજી અને ચોથી લાઈન માટે રૂ. 1,936 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બિલાસપુર-કટની રૂટ: છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના આ મહત્વપૂર્ણ રેલવે સેક્શનને સંપૂર્ણપણે ફોર-લેન બનાવવામાં આવશે.
#WATCH | Union Cabinet briefing | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "If we look at the most important Railway corridors: 11,000 kms long, 7 high-density corridors, quadrupling, 4-lining of these high-density corridors plus many other corridors are being done; these are… pic.twitter.com/VpP7GcbhWF
— ANI (@ANI) September 9, 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ એમ 5 રાજ્યોના 14 જિલ્લાઓમાં રેલ નેટવર્ક આશરે 656 કિલોમીટર વધી જશે. આનાથી 4,790 ગામડાંના 56 લાખથી વધુ લોકોને સીધી અને બહેતર રેલ કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત તારાતારિણી મંદિર, બાંધવગઢ ટાઈગર રિઝર્વ, અમરકંટક અને રતનપુર મહામાયા મંદિર જેવા પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુસાફરી વધુ સુગમ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ