ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Appleનો ‘Surprise & Shine’ ઇવેન્ટ આજે રાત્રે, Appleની વેબસાઇટ, YouTube અને Apple TV એપ પર જોઈ શકાશે LIVE!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનુ / Appleનો ‘Surprise & Shine’ ઇવેન્ટ આજે રાત્રે, Appleની વેબસાઇટ, YouTube અને Apple TV એપ પર જોઈ શકાશે LIVE!

Last Updated: 04:54 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એપલની 'સરપ્રાઈઝ એન્ડ શાઈન' ઈવેન્ટ 9 સપ્ટેમ્બરે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આ ઈવેન્ટને એપલની વેબસાઈટ, યુટ્યુબ અને એપલ ટીવી એપ પર લાઈવ જોઈ શકાશે.

1/5

photoStories-logo

1. ફોલ્ડએબલ iPhone પણ લોન્ચ કરે તેવી આશા

એપલ આજે, 9 સપ્ટેમ્બર 2026ના રોજ તેની સરપ્રાઈઝ એન્ડ શાઈન ઇવેન્ટ યોજવા જઈ રહ્યું છે. કંપની આ ઇવેન્ટમાં iPhone 18 સિરીઝની સાથે તેનો પ્રથમ ફોલ્ડએબલ iPhone પણ લોન્ચ કરે તેવી આશા છે. એપલના નવા CEO જ્હોન ટર્નસ માટે આ પ્રથમ મોટી જાહેર ઇવેન્ટ પણ હશે. iPhone 18 Pro અને iPhone 18 Pro Max ઉપરાંત, iPhone Ultra, Apple Watch Series 12, Watch Ultra 4 અને AirPods 5 જેવા ઉત્પાદનો પણ રજૂ કરવામાં આવી શકે છે. આવો જાણીએ કે તમે આ ઇવેન્ટ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ક્યારે અને ક્યા જોઇ શકાશે ઇવેન્ટ

એપલની Surprise and Shine ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે ભારતીય સમય મુજબ સવારે 10:00 વાગ્યે શરૂ થશે. આ ઇવેન્ટ કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત એપલ પાર્ક ખાતે યોજાશે. યુઝર્સ એપલની ઓફિશિયલ વેબસાઇટ, એપલ ટીવી એપ અને એપલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા આ ઇવેન્ટને લાઈવ જોઈ શકશે. iPhone 18 સિરીઝ ઉપરાંત, આ ઇવેન્ટમાં અન્ય કેટલાક પ્રોડક્ટ પણ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. શું-શું થઇ શકે છે લોન્ચ

આઇફોન 18પ્રો ,આઇફોન 18પ્રો મેક્સ , પહેલો ફોલ્ડેબલ આઇફોન, એપલ વોચ સિરીઝ 12, એપલ વોચ અલ્ટ્રા 4

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આઇફોન 18 અને ફોલ્ડેબલ અલ્ટ્રામાં શું છે ખાસ

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ iPhone 18 Pro અને iPhone 18 Pro Max રહેશે. તેમાં મિકેનિકલ વેરિયેબલ અપર્ચર કેમેરા, TSMCની 2nm ટેક્નોલોજી પર આધારિત A20 Pro ચિપ, બહેતર બેટરી લાઇફ અને નવી 'સ્કાય બ્લુ' ટાઇટેનિયમ ફિનિશ જોવા મળે તેવી અપેક્ષા છે. ફોલ્ડેબલ iPhone Ultra વિશે એવી ચર્ચા છે કે તેમાં પુસ્તકની જેમ ખૂલતી 7.8-ઇંચની અંદરની સ્ક્રીન અને તેની સાથે લગભગ 5.3-ઇંચનું બાહ્ય ડિસ્પ્લે હશે. અહેવાલો અનુસાર, તેમાં A20 Pro ચિપ, 12GB મેમરી અને ડ્યુઅલ 48-મેગાપિક્સલના રિયર કેમેરા હશે. તેમાં Face IDને બદલે Touch IDની સુવિધા હોવાની પણ ચર્ચા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. એપલ વોચ, એયરપોડ્સ અને સ્માર્ટ હોમ પર પણ નજર

Apple Watch Series 12 માટે ફ્લોરોએલાસ્ટોમર બેન્ડમાં નાના-મોટા ફેરફારો અને હેલ્થ સેન્સર્સના સમાવેશની ચર્ચા છે, જ્યારે Watch Ultra 4 નવી ડિઝાઈન સાથે આવી શકે છે. AirPods 5 બે વેરિઅન્ટમાં રજૂ થવાની અપેક્ષા છે. એક ANC સાથે અને બીજું તેના વિના. સ્માર્ટ હોમ માટે નવું Apple TV 4K, HomePod Mini અને સાત-ઇંચની સ્ક્રીન ધરાવતું Home Hub રજૂ કરવામાં આવી શકે છે. કેમેરા ધરાવતા AirPods 2027ના ઉત્પાદન તરીકે આવવાની શક્યતા છે, જ્યારે આ ઇવેન્ટમાં OLED iPad Mini પણ એક સંભવિત સરપ્રાઇઝ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IPhone 18 Launch Event today Surprise and Shine Event Watch Apple event
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ