ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વિષ્ણુરતનો ફર્સ્ટ લુક જાહેર ક્યારે રિલીઝ થશે ફિલ્મ 'શ્રીમદ્ભાગવતમ્ પાર્ટ 1: વિષ્ણુરત'? ટીઝર પોસ્ટર થયું જાહેર

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / વિષ્ણુરતનો ફર્સ્ટ લુક જાહેર ક્યારે રિલીઝ થશે ફિલ્મ 'શ્રીમદ્ભાગવતમ્ પાર્ટ 1: વિષ્ણુરત'? ટીઝર પોસ્ટર થયું જાહેર

Last Updated: 04:27 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રામાનંદ સાગરના પૌત્રો આકાશ સાગર અને અમૃત સાગર દ્વારા નિર્દેશિત ભવ્ય ફિલ્મ 'શ્રીમદ્ ભાગવતમ્ પાર્ટ I: વિષ્ણુરાત' નું ફર્સ્ટ લુક ટીઝર પોસ્ટર રિલીઝ થયું છે.

1/5

photoStories-logo

1. ક્યારે રિલીઝ થશે ફિલ્મ 'શ્રીમદ્ભાગવતમ્ પાર્ટ 1: વિષ્ણુરત'? ટીઝર પોસ્ટર થયું જાહેર

ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં ‘રામાયણ’ જેવી કાલજયી સીરિયલ આપનાર રામાનંદ સાગરના પરિવારમાંથી વધુ એક ઐતિહાસિક સિનેમેટિક ઈનિશિયેટિવ સામે આવ્યો છે. ભારતના સર્વોચ્ચ પૂજનીય ધર્મગ્રંથ ભાગવત મહાપુરાણ પર આધારિત મહાકાવ્ય આધારિત ફિલ્મ ‘શ્રીમદ્ ભાગવતમ્ પાર્ટ I: વિષ્ણુરાત’ નું પ્રથમ ટીઝર પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એક નવો ઈતિહાસ

રામાનંદ સાગરના પૌત્રો આકાશ સાગર ચોપરા અને અમૃત સાગર ચોપરા દ્વારા સહ-નિર્દેશિત આ મલ્ટી-પાર્ટ ફિલ્મ સિનેમાના પડદા પર એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય હસ્તની ઝલક અને ‘વિષ્ણુરત’ નો અર્થ

આજે જાહેર કરાયેલા ફિલ્મના પ્રથમ ટીઝર પોસ્ટરમાં ભગવાન શ્રીકૃષ્ણના અભયદાન આપતા પવિત્ર હસ્તની એક મંત્રમુગ્ધ કરનારી ઝલક જોવા મળે છે. પ્રથમ ભાગના શીર્ષકમાં ઉમેરાયેલા ‘વિષ્ણુરાત’ શબ્દનો અર્થ ‘ભગવાન વિષ્ણુ દ્વારા સંરક્ષિત’ થાય છે, જે આ સમગ્ર ચલચિત્રની આધ્યાત્મિક અને દિવ્ય યાત્રાનો મુખ્ય આધાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 6 વર્ષનું રિસર્ચ અને અત્યાધુનિક સિનેમેટિક ટેકનોલોજી

ફિલ્મના નિર્દેશક આકાશ સાગર અને અમૃત સાગર જણાવે છે કે, “અમે સાગર પરિસરમાં ભાગવતની કથાઓ સાંભળીને જ મોટા થયા છીએ. અમારા દાદાજી (રામાનંદ સાગર) એ રામાયણને ઘરે-ઘરે પહોંચાડી હતી. પરંતુ દરેક પેઢીએ પોતાની સિનેમેટિક ભાષા પોતે શોધવી પડે છે. છેલ્લા 6 વર્ષથી અમે ભાગવત મહાપુરાણના ઊંડા અભ્યાસ બાદ જ આ મહાકાવ્યને મોટા પડદા માટે લખવાની હિંમત કરી છે.” તેમણે ઉમેર્યું કે ફિલ્મનું નિર્માણ મૂળ ગ્રંથની પ્રામાણિકતા જાળવીને અત્યાધુનિક Visual Effects અને VFX ટેકનોલોજી સાથે કરવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વર્ષ 2027 માં વિશ્વભરમાં થશે રિલીઝ

સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલ પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ‘શ્રીમદ્ ભાગવતમ્ પાર્ટ I: વિષ્ણુરાત’ વર્ષ 2027 માં વિશ્વભરના સિનેમાઘરોમાં તમામ પ્રીમિયમ ફોર્મેટ્સમાં રિલીઝ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SrimadBhagawatam Vishnuraat BhagawatPurana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ