ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1, 2 કે 3... કેટલા બેંક અકાઉન્ટ રાખવા જોઈએ? તમારી પાસે વધુ અકાઉન્ટ તો નથીને? નહીંતર...
7 ફોટો ગેલેરી
Last Updated: 04:45 PM, 10 September 2026
1/7
ઘણા લોકો વિચારે છે કે વધુ બેન્ક અકાઉન્ટ હોવા એટલે વધુ સગવડ. પણ વાસ્તવિકતા એ છે કે જરૂરતથી વધારે અકાઉન્ટ્સ તમારી બેન્કિંગ વ્યવસ્થાને સરળ બનાવવાને બદલે વધુ અટપટી અને મૂંઝવણભરી બનાવી શકે છે. પૈસા અલગ-અલગ અકાઉન્ટમાં રાખવાથી ખર્ચ અને બચતને સંભાળવામાં મદદ મળે છે, પણ સવાલ એ છે કે આખરે એક વ્યક્તિ પાસે કેટલા અકાઉન્ટ હોવા જોઈએ અને દરેકનો હેતુ શું હોવો જોઈએ?
2/7
ADVERTISEMENT
3/7
સૌથી મોટો ફાયદો એ છે કે તમે પૈસાને અલગ-અલગ જરૂરિયાતો મુજબ વહેંચી શકો છો. એક અકાઉન્ટ સેલરી, ઘરના ખર્ચ અને રોજિંદા વ્યવહાર માટે રાખો અને બીજામાં સેવિંગ કે કોઈ ખાસ નાણાકીય લક્ષ્ય માટે પૈસા જમા કરો. આથી ખર્ચ અને બચત અલગ રહે છે અને દર મહિને સમજવું સરળ બને છે કે કેટલા ખર્ચ થયા અને કેટલા બચ્યા. બીજું અકાઉન્ટ બેકઅપ તરીકે પણ કામ આવે છે. જો મુખ્ય અકાઉન્ટમાં ટેક્નિકલ સમસ્યા આવે, કાર્ડ કામ ન કરે અથવા કોઈ કારણસર પહોંચ ન બને તો બીજા અકાઉન્ટમાંથી જરૂરી પેમેન્ટ કરી શકાય.
4/7
ADVERTISEMENT
5/7
દરેકની જરૂરિયાત અલગ હોય છે. જો આવકના અનેક સ્ત્રોત હોય, અલગ-અલગ શહેરોમાં બેન્કિંગની જરૂર હોય કે કોઈ ખાસ બેન્કની સુવિધા જોઈતી હોય તો ત્રીજું અકાઉન્ટ રાખી શકાય. એક અકાઉન્ટ નિયમિત ખર્ચ માટે, બીજું લાંબા ગાળાની બચત માટે અને ત્રીજું કોઈ ચોક્કસ લક્ષ્ય માટે વાપરી શકાય. પણ યાદ રાખો કે દરેક અકાઉન્ટનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. માત્ર ઓફર, કેશબેક કે નાની સુવિધા માટે વારંવાર નવું અકાઉન્ટ ખોલતા રહેવું સમજદારી નથી માનવામાં આવતી.
6/7
ઘણા અકાઉન્ટ હોવાનો મતલબ એ છે કે તમારે દરેક પર નજર રાખવી પડશે. અલગ-અલગ અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ, ચાર્જ, અલર્ટ અને નિયમો હોઈ શકે. જો કોઈ અકાઉન્ટ લાંબા સમયથી વપરાતું ન હોય તો તેની સમયાંતરે સમીક્ષા કરવી જરૂરી છે. ઘણા અકાઉન્ટ હોવાથી કયા અકાઉન્ટમાં કેટલા પૈસા છે અને કયું કામ માટે છે તે યાદ રાખવું મુશ્કેલ બની શકે છે. આથી અકાઉન્ટની સંખ્યા વધારવાને બદલે જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થાને સરળ રાખવી વધુ સારું.
ADVERTISEMENT
7/7
અકાઉન્ટ ખોલીને ભૂલી જવું પણ સારું નથી. તેને સમયાંતરે જુઓ કે કયું અકાઉન્ટ વપરાઈ રહ્યું છે અને કયાનું કોઈ ખાસ કામ રહ્યું નથી. જો કોઈ અકાઉન્ટ લાંબા સમયથી ન વપરાયું હોય અને તેનો સ્પષ્ટ હેતુ ન હોય, તો વ્યવસ્થાને સરળ બનાવવા માટે તે બંધ કરવાનું વિચારો. બધા સક્રિય અકાઉન્ટના અલર્ટ ચાલુ રાખો અને નિયમિત વ્યવહારની તપાસ કરતા રહો.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ