ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'હનુમાન અંશ' 2માં દેખાશે વિરુષ્કા? કરશે આ કામ, પ્રોડ્યૂસરે કહ્યું ''તેઓ પહેલેથી...''
Last Updated: 08:02 PM, 9 September 2026
ADVERTISEMENT
માત્ર 2 કરોડ રૂપિયાના સામાન્ય બજેટમાં બનેલી અને બોક્સ ઓફિસ પર 170 કરોડથી વધુનો ધમાકેદાર બિઝનેસ કરીને ઈતિહાસ રચનારી ફિલ્મ 'હનુમાન અંશ' હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ત્રણ ભાગમાં રિલીઝ થનારી આ શ્રેણીના પ્રથમ ભાગને મળેલા અકલ્પનીય પ્રતિસાદ બાદ હવે ફેન્સ ‘હનુમાન અંશ 2’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા આ ફિલ્મના સીક્વલમાં કેમિયો (વિશેષ ભૂમિકા) કરશે કે કેમ તેને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર અફવાઓ વહેતી થઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બોલીવુડ હંગામાને આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં ફિલ્મના પ્રોડ્યુસર નમ્રતા સિંહે આ અંગે સ્પષ્ટતા કરી છે. વિરાટ અને અનુષ્કાના કેમિયો અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મોટા સેલેબ્સ સાથે વાતચીત ચાલી રહી છે જેઓ પહેલાથી જ 'હનુમાન અંશ' ના વિષયવસ્તુથી વાકેફ હતા. જોકે નમ્રતા સિંહે વિરાટ-અનુષ્કાના નામ અંગે સસ્પિન્સ જાળવી રાખ્યું છે, પરંતુ તેમના નિવેદનથી ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે આ પાવર કલપ ફિલ્મના આગામી ભાગમાં જોવા મળી શકે છે.

ADVERTISEMENT
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઉત્તરાખંડ સ્થિત કૈંચી ધામના સંત નીમ કરોલી બાબા પ્રત્યેની અગાધ આસ્થા જગજાહેર છે. ઘણી વખત આ કપલ બાબાના દર્શને જતું જોવા મળ્યું છે. પ્રોડ્યુસરે ખુલાસો કર્યો હતો કે 'હનુમાન અંશ 2' માં મુખ્યત્વે નીમ કરોલી બાબા સાથે જોડાયેલા ભારતીય ભક્તોના ચમત્કારો અને વાસ્તવિક વાર્તાઓ દર્શાવવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નમ્રતા સિંહે વધુમાં ઉમેર્યું હતું કે ફિલ્મના ત્રીજા ભાગમાં નીમ કરોલી બાબાનો વિદેશોમાં વ્યાપેલો પ્રભાવ દર્શાવવામાં આવશે. જેમાં સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, જેક ડોર્સી અને હોલીવુડ એક્ટ્રેસ જુલીયા રોબર્ટ્સ જેવી વૈશ્વિક હસ્તીઓની નીમ કરોલી બાબા પ્રત્યેની આસ્થા પર ખાસ પ્રકાશ પાડવામાં આવશે. 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ નાની બજેટની ફિલ્મે 170 કરોડની કમાણી કરીને બોલીવુડને આશ્ચર્યચકિત કરી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ