ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જુઓ ક્યારથી દોડશે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન, કેબિનેટમાં નિર્ણય બાદ રેલમંત્રીએ આપ્યો જવાબ

ગુજરાત / જુઓ ક્યારથી દોડશે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન, કેબિનેટમાં નિર્ણય બાદ રેલમંત્રીએ આપ્યો જવાબ

Published By: Nirav Kumar

Last Updated: 08:01 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન 2027માં થઈ જશે. જેમાં ડિસેમ્બર 2026 સુધીમાં કામ પૂરું થઈને આગળ ટેસ્ટિંગ થશે.

ADVERTISEMENT

ભારતની પહેલી બુલેટ ટ્રેન માટે હવે સ્પષ્ટ ટાઈમલાઈન સામે આવી છે. જેમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેનો આ હાઈસ્પીડ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણય બાદ મોટું અપડેટ આપ્યું છે.

જેમાં વૈષ્ણવે જણાવ્યું કે, બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન 2027માં થશે. ડિસેમ્બર 2026 સુધીમાં મુખ્ય કામ પૂરું થઈ જશે જેના માટે લેબર ક્ષમતા પણ વધારવામાં આવી છે. આ કામ પૂરું થયા બાદ આગામી વર્ષના મે-જૂનમાં ટ્રેન ટેસ્ટિંગ માટે ટ્રેક પર આવશે. ટેસ્ટિંગ સફળ રહે તો ત્યારબાદ ઉદ્ઘાટન થશે અને ટ્રેન નિયમિત દોડવા લાગશે. જેમાં એક ચોક્કસ મહિનાનું નામ આપવામાં આવ્યું નથી પણ 2027ની ડેડલાઈન તો સ્પષ્ટ છે.

આ પ્રોજેક્ટની પ્રોગ્રેસ પણ સારી દેખાય છે. જેમાં પાલઘરમાં ત્રણ પહાડી ટનલનું કામ પૂરું થઈ ચૂક્યું છે. 332 કિમી વાયાડક્ટ અને 415 કિમી પિયરનું કામ જાન્યુઆરી 2026 સુધીમાં પૂરું થયું હતું. એપ્રિલ 2026થી વાયાડક્ટ પર ટ્રેક ઇન્સ્ટોલેશન શરૂ થઈ ગયું છે. અમદાવાદ જિલ્લામાં 31 ક્રોસિંગમાંથી 23 પૂરા થઈ ચૂક્યા છે. એક 45 મીટર લાંબો અને 1200 ટન વજનવાળો સેગમેન્ટલ બ્રિજ માત્ર ત્રણ રાતમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો : હવે રેલવે મોડી નહીં પડે! કરોડોના 7 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને 4 લેનની મળી મંજૂરી

આ પ્રોજેક્ટનું હજુ પણ અમુક મુશ્કેલ કામ બાકી છે. જેમાં મુંબઈના બીકેસીથી શિલફાટા સુધીની લગભગ 21 કિમી લાંબી ટનલ, પર્વતીય ટનલો, મુંબઈ સ્ટેશન અને મહારાષ્ટ્રના અમુક એલિવેટેડ સ્ટેશન હજુ બનાવવાના છે. તેમ છતાં કામની ગતિ જોઈને લાગે છે કે ભારતની પહેલી બુલેટ ટ્રેનનું સપનું હવે રિયાલીટી બનવાની નજીક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

high-speed corridor Mumbai and Ahmedabad bullet train

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ