ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અલ્પેશ ઢોલરિયાના પત્રથી ભાજપમાં હાહાકાર, રાજકોટમાં ભાજપની આંતરિક લડાઈ શરૂ
Last Updated: 04:23 PM, 10 September 2026
ADVERTISEMENT
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી બાદ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચૂંટણીમાં પક્ષ દ્વારા આપવામાં આવેલા વ્હિપનો અનાદર થયો હોવાના આક્ષેપોને લઈને પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સમગ્ર મામલે ભાજપના પ્રદેશ પ્રમુખને લેખિતમાં જાણ
મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સમગ્ર મામલે ભાજપના પ્રદેશ પ્રમુખને લેખિતમાં જાણ કરી છે. આ મામલે વિજય સખીયા, વિજય કોરાટ, જયેશ બોઘરા અને ભૂપતસિંહ જાડેજા સહિતના નેતાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી છે.
ADVERTISEMENT
લોધિકા સંઘની માધાપર બેઠક પરથી પૃથ્વીરાજસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું હતું. પક્ષ દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાને મત આપવા માટે વ્હિપ આપવામાં આવ્યો હોવા છતાં ચૂંટણીના પરિણામમાં વિજય સખીયા વિજેતા બન્યા હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT
સંગઠનમાં વ્હિપના પાલનને લઈને સવાલો ઊભા થયા
આ પરિણામ બાદ ભાજપના સંગઠનમાં વ્હિપના પાલનને લઈને સવાલો ઊભા થયા છે. પક્ષના આદેશ છતાં વિપરીત પરિણામ કેવી રીતે આવ્યું અને કોના દ્વારા વ્હિપનું ઉલ્લંઘન થયું તે અંગે હવે સંગઠન સ્તરે તપાસની શક્યતા છે.
ADVERTISEMENT
સ્થાનિક ભાજપના આંતરિક રાજકારણ સાથે પણ જોડાયું
ચર્ચામાં રહેલા વિજય સખીયા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાના નજીકના નેતા તરીકે ઓળખાતા હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે આ ચૂંટણીનું પરિણામ માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી પૂરતું ન રહેતા સ્થાનિક ભાજપના આંતરિક રાજકારણ સાથે પણ જોડાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિધાનસભામાં વંદે માતરમ્ વિવાદ વચ્ચે અમિત ચાવડાની સ્પષ્ટતા, ‘પ્રથમ બે અંતરા બાદ ખેડાવાલા બેઠા’
હવે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખની લેખિત રજૂઆતના આધારે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. વ્હિપનો અનાદર સાબિત થાય છે કે કેમ અને જવાબદારી નક્કી થાય છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.