ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વિધાનસભા સહિત ગાંધીનગર કોર્ટ અને સ્કૂલને બોમ્બની ધમકીભર્યો મેઈલ, પોલીસે 2 વખત ચેકિંગ કર્યું પણ...
Last Updated: 02:00 PM, 10 September 2026
ADVERTISEMENT
Gandhinagar News: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ગાંધીનગરમાં અફરા-તફરી મચી છે. પોલીસે વિધાનસભા પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી જેને લઇ તંત્રએ રાહત અનુભવી છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઇ છે. પોલીસે વિધાનસભા પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું છે. વિધાનસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી.
બોમ્બની ધમકી અંગે ગાંધીનગર જિલ્લા પોલીસવડાએ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, સવારે 8 કલાકે ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જેને લઇ વિધાનસભા પરિસરમાં 2 વખત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
SP રવિ તેજા વસમ શેટ્ટીએ વધુમાં માહિતી આપી હતી કે સ્કૂલ અને કોર્ટને પણ ધમકી આપવામાં આવી હતી. તપાસમાં કંઈ વાંધાજનક મળી આવ્યું નથી. 11.45 સુધી 2 વખત વિધાનસભા સંકુલ ગૃહમાં તપાસ કરાઈ હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રાઈમ / અમદાવાદમાં DPS બોપલ-ઉદગમ-ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ
વિધાનસભામાં કામગીરી શરૂ થાયએ પહેલા રેગ્યુલર તપાસ કરવામાં આવે છે. આજે બોમ્બની થ્રેટ મળી હતી એટલે બીજી વખત તપાસ કરી હતી. ગાંધીનગર કોર્ટને પણ બોમ્બની ધમકી મળી હતી. ગિફ્ટ સિટીમાં આવેલ જમનાબાઈ સ્કૂલમાં પણ બોમ્બની ધમકી મળી હતી. તપાસ કરવામાં આવી છે કોઈ જ એવી વસ્તુ મળ્યું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો