ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 15 લોકોને બચાવી લેવાયા, ગાંધીનગરમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, મજૂરે કહ્યું- 'એક પણ પીલ્લર ન હતું એટલે સ્લેબ પડ્યો'
Last Updated: 09:55 AM, 10 September 2026
ADVERTISEMENT
ગાંધીનગના કુડાસણમાં નવનિર્મિત બિલ્ડિંગ 'બોસ્કી ધ એમ્પાયર'નો સ્લેબ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે જેમાં સ્લેબ નીચે દટાયેલા 15 લોકોનું રેસ્ક્યૂ કરી દેવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. મોડી રાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તમામ શ્રમિકો દાહોદ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના છે જેમની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
સાઈટ પર કામ કરતા શ્રમિકે શું કહ્યું?
સાઇટ પર કામ કરતા શ્રમિક એ જણાવી આખી ઘટના વર્ણવી હતી. તેણે કહ્યું કે મોટી જગ્યામાં સ્લેબ ભરવામાં આવતો હતો અને હેલ્મેટ હજું છત પર લટકી રહ્યા છે વચ્ચે એક પણ પીલ્લર ન હતું એટલે સ્લેબ નીચે પડ્યો હતો.
ADVERTISEMENT
ગતરોજ શું બનાવ બન્યો હતો?
ADVERTISEMENT
ગાંધીનગર નજીકના કુડાસણમાં બની રહેલી ‘બોસકી ધ એમ્પાયર’ બિલ્ડિંગનો એક મોટો હિસ્સો તૂટી પડતાં 10થી 15 મજૂરો દટાયા હતા. સ્લેબ પટકાતાં નીચે કામ કરી રહેલા 10થી 15 શ્રમિકો દટાયા હતા. દુર્ઘટનાની જાણ તથાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને દટાયેલા લોકોને બહાર કાઢવા બચાવ અભિયાન શરુ કરાયું હતુ.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે શું કહ્યું?
ADVERTISEMENT
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. મીતા પરીખે એવું કહ્યું કે રાત્રિના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 12 પેશન્ટ આવ્યા છે. 8 પેશન્ટ ને ઓછી ઈજા છે અને ચાર પેશન્ટ ને થોડી ગંભીર ઇજાઓ થઈ છે જે ICUમાં સારવાર હેઠળ છે. 8 દર્દીઓના સાંજ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.