ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFમાંથી પૈસા કાઢવા હવે સહેલું, EPFOના નવા નિયમોથી મળશે મોટી રાહત
Last Updated: 10:21 PM, 9 September 2026
ADVERTISEMENT
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ EPF એડવાન્સને લગતા નિયમોમાં મહત્વના સુવિધાઓ કર્યા છે. જેમાં હવે સભ્યોને જરૂર પડ્યે પોતાના PF ખાતામાંથી પૈસા કાઢવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. રિટાયરમેન્ટ પહેલાં જ અમુક ખાસ પરિસ્થિતિઓમાં PFમાં જમા રકમનો એક ભાગ કાઢી શકાય છે.
ADVERTISEMENT
આ સુવિધાઓમાં મુખ્યત્વે શિક્ષણ, સારવાર અને ઘર સંબંધિત જરૂરિયાતોનો સમાવેશ થાય છે. જોકે આ સુવિધાનો લાભ લેવા માટે નિયમો અને પાત્રતાની શરતો પૂરી કરવી જરૂરી છે.
EPFOએ EPF એડવાન્સને મુખ્ય ત્રણ વર્ગોમાં વહેંચ્યું છે. જેમાં પહેલી કેટેગરી જરૂરી ખર્ચોનો છે. બીજો ઘર સંબંધિત જરૂરિયાતોનો અને ત્રીજો વિશેષ પરિસ્થિતિઓનો. જેમાં સભ્યો પોતાના કે બાળકોના ભણતર માટે તેમજ મેડિકલ સારવાર માટે નાણાં કાઢી શકે છે. અચાનક ઊભી થતી આવી જરૂરિયાતોમાં આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ અરજી કરતા પહેલાં પોતે પાત્ર છો કે નહીં અને કેટલી રકમ કાઢી શકાય તે ચેક કરી લેવું જરૂરી છે.
ADVERTISEMENT
જેમાં ઘર ખરીદવા, બાંધવા કે તેની સાથે જોડાયેલી બીજા પાત્ર જરૂરિયાતો માટે પણ EPF એડવાન્સનો ઉપયોગ કરી શકાય છે. અહીં મળનારી રકમ સભ્યના PF બેલેન્સ, સેવાના વર્ષો, હેતુ અને લાગુ નિયમો પર આધારિત હોય છે. જેમાં માત્ર ખાતામાં પૂરતી રકમ હોવી એ જ પૂરતું નથી. દરેક પ્રકારના એડવાન્સ માટે અલગ પાત્રતા અને મર્યાદા લાગુ પડી શકે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, EPF મૂળભૂત રીતે રિટાયરમેન્ટ માટેની લાંબા ગાળાની બચત છે. આથી જ્યારે ખર્ચ ખરેખર અનિવાર્ય હોય ત્યારે જ તેમાંથી પૈસા કાઢવા જોઈએ. અરજી કરતા પહેલાં પાત્રતા, વિડ્રોઅલ લીમીટ, સર્વિસ પીરીયડ અને બીજી શરતોની સારી રીતે ચેક કરી લો. જેથી બાદમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો