ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઘરમાં ભૂલથી તો નથી મૂકી રાખી ને આ 5 વસ્તુ? તો ચેતી જજો, આવશે નેગેટિવિટી

photo-story

7 ફોટો ગેલેરી

વાસ્તુશાસ્ત્ર / ઘરમાં ભૂલથી તો નથી મૂકી રાખી ને આ 5 વસ્તુ? તો ચેતી જજો, આવશે નેગેટિવિટી

Last Updated: 09:30 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ માન્યતા મુજબ તૂટેલી વસ્તુઓ, સુકાયેલા છોડ, ભંગાર, ખંડિત મૂર્તિઓ અને બંધ ઘડિયાળ જેવી વસ્તુઓને ઘરમાં લાંબા સમય સુધી રાખવી ટાળવી જોઈએ. જેમાં ઘરને સ્વચ્છ, વ્યવસ્થિત અને સકારાત્મક રાખવાથી વાતાવરણ વધુ સુખદ બની શકે છે.

1/7

photoStories-logo

1. વાસ્તુ શાસ્ત્ર

ઘર માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ ત્યાંનું વાતાવરણ આપણા મૂડ અને રોજિંદા જીવન પર પણ અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવી અમુક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને લાંબા સમય સુધી ઘરમાં રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક વાતાવરણ વધારી શકે છે અને સુખ-શાંતિમાં અડચણ ઊભી કરી શકે છે. જો તમારા ઘરમાં પણ આમાંથી કોઈ વસ્તુ પડેલી હોય તો એકવાર તેના પર નજર કરી લેવી સારી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. તૂટેલા વાસણો અને કાચની વસ્તુઓ

ઘરમાં તૂટેલા કપ, પ્લેટ, ગ્લાસ કે અન્ય કાચની વસ્તુઓ પડી હોય તો તેને સાચવીને રાખવાની આદત ટાળવી જોઈએ. આવી વસ્તુઓ ઘરના વાતાવરણમાં નકારાત્મક અસર ઊભી કરી શકે છે અને પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધવાની શક્યતા રહે છે. ઉપયોગમાં ન આવતી અને તૂટેલી વસ્તુઓને સમયસર હટાવી દેવી વધુ સારું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સુકાઈ ગયેલા છોડ અને ફૂલો

ઘરને સુંદર બનાવવા માટે આપણે છોડ અને ફૂલો રાખીએ છીએ, પરંતુ જ્યારે એ જ છોડ સુકાઈ જાય ત્યારે તેને એમ જ પડેલા રાખવા યોગ્ય નથી માનવામાં આવતું. છોડ અને ફૂલો ઘરમાં નિરાશાજનક વાતાવરણ ઊભું કરી શકે છે. છોડ સુકાઈ જાય તો તેને દૂર કરીને તેની જગ્યાએ તાજા અને હરિયાળા છોડ રાખવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. જૂનો સામાન અને ભંગાર

ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે વર્ષોથી ઉપયોગમાં આવતી નથી છતાં આપણે તેને “ક્યારેક કામ આવશે” એવું વિચારીને સાચવી રાખીએ છીએ. ધીમે ધીમે આ જ વસ્તુઓનો ઢગલો ભંગારમાં ફેરવાઈ જાય છે. જૂનો ભંગાર, તૂટેલા ઇલેક્ટ્રોનિક્સ અને બિનજરૂરી સામાન ઘરની ઊર્જાને ભારે બનાવે છે. આવી વસ્તુઓને દૂર કરવાથી ઘર વધુ વ્યવસ્થિત અને હળવું લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. તૂટેલી મૂર્તિઓ અને નકારાત્મક તસવીરો

પૂજાના સ્થળે તૂટેલી કે ખંડિત મૂર્તિ રાખવી વાસ્તુમાં શુભ માનવામાં આવતી નથી. આવી મૂર્તિઓને ઘરમાં રાખવાને બદલે યોગ્ય રીતે દૂર કરવાની સલાહ આપવામાં આવે છે. ઘરની સજાવટમાં પણ એવી તસવીરો કે પેઇન્ટિંગ્સ પસંદ કરવી જોઈએ જેમાં દુઃખ, ઉદાસીનતા કે નકારાત્મકતા દેખાતી હોય તેવી છબી ન હોય. માન્યતા છે કે ઘરમાં દેખાતી વસ્તુઓનું વાતાવરણ પર પણ માનસિક પ્રભાવ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બંધ પડેલી ઘડિયાળ

ઘરમાં કોઈ ઘડિયાળ લાંબા સમયથી બંધ છે અને તેને ઠીક કરાવવાની પણ કોઈ તૈયારી નથી, તો તેને એમ જ રાખવી ટાળવી જોઈએ. બંધ ઘડિયાળ પ્રગતિમાં અવરોધનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘડિયાળ રિપેર થઈ શકે તેમ હોય તો તેને સમયસર રીપેર કરાવી શકાય અને જો તે ખરાબ થઈ ગઈ હોય તો તેને હટાવી દેવી યોગ્ય ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

broken things Vastushastra debris
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ