ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / iPhone 18 સિરીઝના લૉન્ચ પહેલા ₹23,820 સુધી સસ્તો મળી રહ્યો છે iPhone 16, આ રીતે ઉઠાવો ફાયદો
Last Updated: 04:19 PM, 9 September 2026
ADVERTISEMENT
iPhone 18 સિરીઝની લોન્ચની તૈયારીઓ ચાલી રહી છે અને એપલના નવા ફોન આવવાના છે તે પહેલાં જૂના મોડલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. ખાસ કરીને iPhone 16 હાલમાં ફ્લિપકાર્ટ અને રિલાયન્સ ડિજિટલ પર એવા ઓફર્સ સાથે મળી રહ્યો છે કે જેનાથી ઘણા લોકો માટે અપગ્રેડ કરવાનો મોકો સસ્તો બની ગયો છે.
ADVERTISEMENT
એપલે આ ફોનને ભારતમાં શરૂઆતમાં 79,900 રૂપિયાથી લોન્ચ કર્યો હતો. બાદમાં iPhone 17 આવ્યા પછી કિંમત ઘટીને 69,900 રૂપિયા થઈ ગઈ. હવે ફ્લિપકાર્ટ પર બેંક ઓફર અને એક્સચેન્જનો ફાયદો લેવાથી વધુ સેવિંગ થઈ શકે છે. જેમાં ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કે SBI કાર્ડથી ચુકવણી કરો તો 2420 રૂપિયાનો કેશબેક મળે છે.
જો તમારી પાસે iPhone 14 હોય અને તેને એક્સચેન્જ કરો તો 21,500 રૂપિયા સુધીનો બેનીફીટ મળી શકે છે. જે જૂના ફોનની હાલત અને મોડલ પર આધાર રાખે છે. આ બંને ઓફરનો પૂરો ફાયદો લેવાથી કિંમત આશરે 45,980 રૂપિયા સુધી પહોંચી શકે છે. આમ લોન્ચ પ્રાઇસથી લગભગ 23,820 રૂપિયા સુધીની સેવિંગ થઈ શકે છે.
ADVERTISEMENT
રિલાયન્સ ડિજિટલ પર પણ 128GB મોડલ 69,900 રૂપિયામાં લિસ્ટેડ છે. PNB કાર્ડથી 5000 રૂપિયા સુધીની છૂટ મળે તો કિંમત 64,900 રૂપિયા થઈ જાય છે. જ્યારે ICICI કાર્ડથી લગભગ 66,405 રૂપિયામાં ખરીદી શકાય છે.
ADVERTISEMENT
iPhone 16 હજુ પણ પ્રીમિયમ અનુભવ આપે છે અને જૂના ફોનથી અપગ્રેડ કરનારા માટે સારો ઓપ્શન રહે છે. જો તમે નવો iPhone લેવા વિચારી રહ્યા હોવ તો આ ઓફર્સ જોવા જેવી છે કેમ કે, કે નવી સિરીઝ આવ્યા બાદ આવા ડીલ્સ ઘટી પણ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!