ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Mahindra લાવ્યું CNG અને અપડેટેડ ડીઝલ મિની ટ્રક, 21KM સુધીનું માઈલેજ, ધમાકેદાર ફીચર્સ સાથે કિંમત ₹8.25 લાખથી!
Last Updated: 01:20 PM, 9 September 2026
ADVERTISEMENT
મહિન્દ્રાએ તેના કોમર્શિયલ વ્હીકલ પોર્ટફોલિયોનો એક્સપેન્ડ કર્યો છે. કંપનીએ તેની હળવા કોમર્શિયલ વાહનોની રેન્જમાં 'વીરો 1.1 XXL CNG' (Veero 1.1 XXL CNG) લોન્ચ કર્યું છે. આ નવા CNG કોમર્શિયલ વાહનના લોન્ચિંગની સાથે, મહિન્દ્રાએ 'વીરો'ના ડીઝલ વેરિઅન્ટને પણ અપગ્રેડ કર્યું છે.
ADVERTISEMENT
અપગ્રેડેડ 'વીરો ડીઝલ' આજથી ઉપલબ્ધ થશે, જ્યારે 'વીરો 1.1 XXL CNG' 20 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. કંપનીએ સૌપ્રથમ સપ્ટેમ્બર 2024માં 'વીરો' લોન્ચ કર્યું હતું. તે મહિન્દ્રાના 'અર્બન પ્રોસ્પર' પ્લેટફોર્મ પર આધારિત છે. આવો, મહિન્દ્રાના આ વાહનની કિંમત અને અન્ય મુખ્ય વિશેષતાઓ પર એક નજર કરીએ.
કિમતી છે કિંમત અને સું છે તેમાં ખાસ?
ADVERTISEMENT
Mahindra Veero XXL CNG ની કિંમત 8.25 લાખ રુપિયા એક્સ-શોરૂમ છે, જ્યારે તેનું અપડેટેડ ડીઝલ વર્ઝન 8.29 લાખ રુપિયા એક્સ-શોરૂમમાં ઉપલબ્ધ છે. જ્યાં સુધી Veero 1.1 XXL CNG ની વાત છે, તો કંપનીએ તેને શહેરી કમર્શિયલ ઉપયોગને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યું છે.
Mahindra launches the New Veero 1.1 XXL CNG and Upgraded Veero Diesel, expanding its LCV <3.5 t range with enhanced performance, mileage and safety.
— MOTORINDIA (@motorindiatweet) September 8, 2026
𝐑𝐞𝐚𝐝 𝐌𝐨𝐫𝐞: https://t.co/MnUnQOBiEw#Mahindra #MahindraVeero #Veero #CNG #Diesel #CommercialVehicles #CVIndustr pic.twitter.com/u19zhxmVOz
ADVERTISEMENT
તે 1.1 ટનની પેલોડ ક્ષમતા અને 2,900 મિમી (9.5 ફૂટ)ના કાર્ગો ડેક સાથે આવે છે. મહિન્દ્રાનો દાવો છે કે, આ વાહનને શહેરી વિસ્તારોમાં મોટા જથ્થાનો સામાન વહન કરવા અને સાંકડી જગ્યાઓમાં સરળતાથી હેરફેર કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ટ્રક 5.1 મીટરની ટર્નિંગ રેડિયસ ધરાવે છે.
મિની-ટ્રક 1.5 લિટરના નેચરલી એસ્પિરેટેડ એન્જિનથી સજ્જ છે, જે 66 PSની પાવર અને 98 Nmનો ટોર્ક પ્રોડ્યૂસ કરે છે. મહિન્દ્રા આ ટ્રક માટે 21.4 km/kgની ARAI પ્રમાણિત માઈલેજ હોવાનો દાવો કરે છે. તે પેટ્રોલ અને CNG પર કુલ 450 કિમીની રેન્જ પ્રદાન કરે છે.
ADVERTISEMENT
ડીઝલ વેરિએન્ટમાં મળશે અપડેટેડ ફિચર્સ
મહિન્દ્રાએ વીરો ડીઝલમાં ટેક્નોલોજી અને આરામ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં એક મુખ્ય અપડેટ 10.25-ઇંચની ટચસ્ક્રીન છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેની સુવિધા સાથે આવે છે. તે અનેક ભાષાઓને સપોર્ટ કરે છે અને તેમાં વોઇસ કમાન્ડ ફીચરનો પણ સમાવેશ થાય છે. કંપનીએ 'વીરો'ને ક્રૂઝ કંટ્રોલની ફિચરથી પણ સજ્જ કર્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કયા રંગની કાર કબૂતરોને વધુ આકર્ષે છે અને તેના પર બીટ કરવાની શક્યતા પણ વધુ, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
અન્ય વિશેષતાઓની વાત કરીએ તો, તેમાં હીટર સાથેનું AC, પાછળની તરફ રિક્લાઈનિંગ ડ્રાઈવર સીટ, એડજસ્ટેબલ હેડરેસ્ટ, ફ્લેટ-ફોલ્ડિંગ સીટ, દરવાજા પર આર્મરેસ્ટ અને 'D+2' સીટિંગ વ્યવસ્થા મળે છે. તમામ વેરિઅન્ટ્સમાં પાવર વિન્ડો અને ફાસ્ટ-ચાર્જિંગ પોર્ટ્સ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવે છે. ઉચ્ચ વેરિઅન્ટ્સમાં ડ્રાઈવર એરબેગ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ અને સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સની સુવિધા મળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો