ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / પ્રતિક્ષાનો અંત : આઈફોન 18 પ્રો અને પ્રો-મેક્સ લોન્ચ, આઈફોન ડ્યૂઓ નામનો પહેલો ફોલ્ડેબલ ફોન પણ આવશે

US / પ્રતિક્ષાનો અંત : આઈફોન 18 પ્રો અને પ્રો-મેક્સ લોન્ચ, આઈફોન ડ્યૂઓ નામનો પહેલો ફોલ્ડેબલ ફોન પણ આવશે

Published By: Hiralal Parmar

Last Updated: 11:07 PM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખરે પ્રતિક્ષાનો અંત આવ્યો છે. એપલે તેની બહુચર્ચિત આઈફોન 18 સીરિઝને લોન્ચ કરી દીધી છે.

ADVERTISEMENT

આઈફોનના લવર્સ માટે ખુશખબર છે. એપલે તેની બહુચર્ચિત આઈફોન 18 સિરીઝની 3 પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેમાં આઈફોન 18 પ્રો, આઈફોન 18 પ્રો મેક્સ અને ફોલ્ડેબલ ફોન ( iPhone duo) સામેલ છે. અમેરિકન ટેક જાયન્ટ એપલે આજે (ભારતીય સમય પ્રમાણે રાતના 10.30 વાગ્યે) કેલિફોર્નિયાના એપલ પાર્કથી આઇફોન 18 સિરીઝના લોન્ચના લાઈવ પ્રસારણ કરાયું હતું. સીરિઝનું મુખ્ય આકર્ષણ ફોલ્ડેબલ ફોન હતો જેને પણ લોન્ચ કરવામાં આવ્યો છે અને તેને આઈફોન ડ્યૂઓ એવું નામ આપવામાં આવ્યું છે.

એપલની કઈ કઈ પ્રોડક્ટ લોન્ચ થઈ?

  1. આઈફોન 18 પ્રો
  2. આઈફોન 18 પ્રો મેક્સ
  3. ફોલ્ડેબલ ફોન ( iPhone duo)

આઇફોન 18 પ્રોમાં સુપરફાસ્ટ A20 પ્રો પ્રોસેસર

એપલે તેની નવી આઇફોન 18 પ્રો સિરીઝ માટે લેટેસ્ટ 'A20 પ્રો' ચિપસેટ રજૂ કર્યું છે, જેને 2 નેનોમીટર ટેકનોલોજી પર બનાવવામાં આવ્યું છે. કંપનીના મતે, આ પ્રોસેસર મોબાઇલ કમ્પ્યુટિંગની દુનિયામાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે.

ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ

આજના કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન હતો જેને iPhone duo એવું નામ આપવામાં આવ્યું છે. આ ફોન પુસ્તકની જેમ ખુલશે, જેમાં 7.8 ઇંચની આંતરિક સ્ક્રીન અને 5.5 ઇંચની બાહ્ય સ્ક્રીન હશે. તેમાં ટચ આઈડી-આધારિત પાવર બટન પણ હશે.

CEO બન્યા પછી જોન ટર્નરની પહેલી લોન્ચ ઈવેન્ટ

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં એપલના સીઈઓ બન્યા પછી જોન ટર્નરની કારકિર્દીનો આ પહેલો આઈફોન લોન્ચ ઇવેન્ટ છે.

આઈફોન 18 બેઝ લોન્ચ ન થયો

જોકે એપલ આઈફોન સીરિઝ લોન્ચિંગની સૌથી મોટી બાબત એ છે કે કંપનીએ આઈફોન 18 બેઝ લોન્ચ કર્યો નથી. તેનું કારણ મેમરી ચિપની વધતી કિંમત છે. તેનું લોન્ચિંગ આવતા વર્ષે (2027 ની શરૂઆતમાં) સુધી થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 18 Launch iPhone 18 Launch Event iPhone 18 news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ