ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / Google Chromeમાં આવ્યું સિક્યોરિટી એલર્ટ! જુઓ હેકર્સ કઇ રીતે ઉઠાવે છે તમારો ફાયદો

ટેક્નોલોજી / Google Chromeમાં આવ્યું સિક્યોરિટી એલર્ટ! જુઓ હેકર્સ કઇ રીતે ઉઠાવે છે તમારો ફાયદો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:24 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Chrome: ગુગલ ક્રોમ વપરાશકર્તાઓ માટે એક સિક્યોરિટી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમા 12 ખામીઓને ફિક્સ કરાઇ છે જેની મદદથી હેકર્સ ફાયદો ઉઠાવી રહ્યા હતા.

ADVERTISEMENT

ગુગલે ઇન્ટરનેટ બ્રાઉઝરના વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ સિક્યોરીટી અપડેટ બહાર પાડ્યું છે. કંપનીએ ક્રોમમાં કુલ 12 સુરક્ષા ખામીઓને સુધારી છે. આમાં એક મહત્વપૂર્ણ Zero-Day vulnerabilityની નબળાઈનો સમાવેશ થાય છે, જેના અંગે ગૂગલ કહે છે કે તેનો ફાયદો ઉઠાવનાર એક્સપ્લોઇટ પહેલાથી ઇન્ટરનેટ પર ઑનલાઇન ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

ક્રોમનો જીરો ડે મામલો શું છે?

મીડિયા અહેવાલો અનુસાર ગૂગલ દ્વારા સુધારેલ આ ખામીને CVE-2026-85046 તરીકે ટ્રેક કરવામાં આવી રહી છે. તેને 8.8 હાઇ સેવરેટિં રેટિંગ મળ્યુ છે એટલે કે સુરક્ષા સમસ્યા વપરાશકર્તાઓ માટે ખૂબ ગંભીર માનવામાં આવે છે.

સિક્યોરિટી રિસર્ચર સાલ્વાટોર ગુલિઝિયાએ 4 ઓગસ્ટના ગૂગલને આ ખામીની જાણ કરી. આ સમસ્યાની જાણ કરવા બદલ કંપની દ્વારા તેમને 1 હજાર ડોલર બગ બક્ષિસ પણ આપવામાં આવી હતી.

V8 એન્જિનમાં એક ખામી મળી આવી હતી

આ સુરક્ષા સમસ્યા ક્રોમના V8 એન્જિન સાથે સંબંધિત છે. V8 એ Google નું JavaScript અને WebAssembly એન્જિન છે, જે બ્રાઉઝરમાં વેબસાઇટ્સ અને વેબ એપ્લિકેશન્સના કોડ ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

હેકર્સ માટે આવી કામી કેમ ખતરનાક છે?

ઝીરો-ડે ખામીઓ વધુ ખતરનાક છે કારણ કે હુમલાખોરોને તેમની શોધ અને પેચની ઉપલબ્ધતા વચ્ચે તેમનો ફાયદો ઉઠાવવાની તક મળી શકે છે. આવી ખામીનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો મલિસિયર્સ કોડ ચલાવી શકે છે, ક્રોમ ક્રેશ કરી શકે છે અથવા સંવેદનશીલ માહિતી સુધી પહોચી શકે છે.

ગુગલે શું કહ્યું?

ગુગલે પુષ્ટિ કરી છે કે CVE-2026-85046 માટે એક એક્સપ્લોટ અસ્તિત્વમાં છે અને તેનો ઉપયોગ અસલ દુનિયામાં થઈ રહ્યો છે. જો કે કંપનીએ હજુ સુધી આ અંગે માહિતી જાહેર કરી નથી. ગૂગલે અત્યાર સુધી કેટલા વપરાશકર્તાઓ અથવા સંસ્થાઓને નિશાન બનાવવામાં આવ્યા છે, કે હુમલાઓ કેટલા વ્યાપક છે તે સ્પષ્ટ કર્યું નથી. સિક્યોરિટી પેચ જારી કર્યા પછી પણ કંપની હુમલાઓ વિશે સંપૂર્ણ માહિતી સિમિત રાખવી નોર્મલ બાબત છે જેથી વધુ વપરાશકર્તાઓ પહેલા તેમના બ્રાઉઝર્સને અપડેટ કરી શકે.

VTV Digital 1

આ પણ વાંચોઃ Auto / આનંદ મહિન્દ્રાએ ધમાકેદાર બાઈક પરથી પડદો ઉઠાવ્યો, લોન્ચ કરી Jawa 42 Bobber, કિંમત સાંભળીને ચોંકી જશો

ક્રોમ વપરાશકર્તાઓએ શું કરવું જોઈએ

જો તમે Google Chrome નો ઉપયોગ કરો છો તો તમારા બ્રાઉઝરને અપડેટ કરવું એ એક મહત્વપૂર્ણ કામ છે. આ કરવા માટે ક્રોમમાં સેટિંગ્સમાં જાઓ, પછી "About Chrome" પર જાઓ, અને અપડેટની એવલેબિલિટીને ચેક કરો. અપડેટ ઇન્સ્ટોલ થયા પછી બ્રાઉઝરને રિ લોન્ચ કરવાનો ઓપ્સન આવે છે. વપરાશકર્તાઓએ આને અવગણવું જોઈએ નહીં, ખાસ કરીને જો સાયબર ગુનેગારો સુરક્ષા ખામીનો ફાયદો ઉઠાવી રહ્યા હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tech News Technology Google Chrome

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ