ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બાળકના હાથમાં મોબાઈલ આપતા પહેલા આટલું ખાસ જોઈ લેજો, નહીંતર ખાતામાંથી રૂપિયા ઉડ્યાં!

તમારા કામનું / બાળકના હાથમાં મોબાઈલ આપતા પહેલા આટલું ખાસ જોઈ લેજો, નહીંતર ખાતામાંથી રૂપિયા ઉડ્યાં!

Published By: Bijal Vyas

Last Updated: 09:25 AM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI Circle Pay: બાળકોને UPI વાપરવાની સુવિધા આપતા પહેલા સાવધાન રહો! એક નાનકડી ભૂલ તમારા બેંક ખાતા માટે ભારે પડી શકે છે. તમારો ફોન કે UPI PIN શેર કર્યા વિના બાળકો માટે પેમેન્ટની સુવિધા શરૂ કરવાની સરળ રીત જાણો.

ADVERTISEMENT

આજકાલ, ઘરમાં બાળકોથી લઈને માતા-પિતા સુધીના તમામ લોકો પેમેન્ટ માટે UPIનો ઉપયોગ કરે છે. પછી ભલે નાની દુકાનમાંથી વસ્તુઓ ખરીદવાની હોય, ઓનલાઇન ખરીદી કરવાની હોય કે કોઈને પૈસા મોકલવાના હોય તમારે ફક્ત તમારો ફોન કાઢવાનો હોય છે અને પેમેન્ટ થઈ જાય છે. જોકે, જો તમારું બાળક તમારા UPI એકાઉન્ટનો ઉપયોગ કરીને પેમેન્ટ કરતું હોય, તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે.

ઘણીવાર બાળકો ભૂલથી ખોટા નંબર પર પૈસા મોકલી શકે છે અથવા ઉતાવળમાં જરૂર કરતાં વધુ રકમ ચૂકવી શકે છે. તેવામાં, જો તેમને તમારા UPI PINની જાણ હોય, તો તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જવાનું જોખમ રહેલું છે. જો કે, હવે તમારે કોઈની સાથે તમારો UPI PIN શેર કરવાની જરૂર નથી. આ માટે UPI એક કામનું ફીચર આપે છે જેને 'UPI Circle Pay' કહેવામાં આવે છે.

શું છે UPI Circle Pay?

UPI Circle તમને તમારા UPI એકાઉન્ટમાંથી અન્ય કોઈ વિશ્વાસુ વ્યક્તિને પેમેન્ટ કરવાની સર્વિસ આપે છે. તેની મુખ્ય વિશેષતા એ છે કે આમ કરવા માટે તમારે તમારા બેંક એકાઉન્ટની વિગતો કે UPI PIN શેર કરવાની જરૂર પડતી નથી.

upi-scam

માનો કે, તમારો દીકરો બહાર ગયો છે અને તેને 500 રુપિયાની કિંમતની કોઈ વસ્તુ ખરીદવી છે. જો તેની પાસે બેંક ખાતું ન હોય, તો આવી સ્થિતિમાં તમારે તમારો ફોન તેને આપવાની કે તમારો UPI PIN શેર કરવાની જરૂર નથી. તમે UPI સર્કલનો ઉપયોગ કરીને તેને તમારા UPI ખાતામાંથી પેમેન્ટ કરવાની મંજૂરી આપી શકો છો.

પેમેન્ટ પર રહેશે તમારો કંટ્રોલ

  • આ ફીચરની સૌથી સારી બાબત એ છે કે, કંટ્રોલ તમારા હાથમાં રહે છે. સામેની વ્યક્તિ તમારા ખાતામાંથી કેવી રીતે ચૂકવણી કરે તે તમે નક્કી કરી શકો છો અને રકમની મર્યાદા પણ નક્કી કરી શકો છો.
  • UPI Circle પેમેન્ટના બે વિકલ્પો આપે છે. પ્રથમ વિકલ્પમાં દરેક પેમેન્ટ માટે તમારી મંજૂરીની જરૂર પડે છે. આનો અર્થ એ છે કે જો તમારો છોકરો પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરે, તો તમને તેને અપ્રૂવ કરવાનુ ઓપ્શન મળશે.
  • બીજા ઓપ્શનમાં તમે નક્કી કરેલી લિમિટ સુધીના પેમેન્ટ્સ માટે અનુમતિ આપી શકો છો. જો તમે લિમિટ 1,000 રુપિયા નક્કી કરી હોય, તો તે રકમની અંદર ચૂકવણાં કરી શકાય છે. આનાથી તમારે દરેક નાના ચૂકવણાંને વારંવાર મંજૂરી આપવાની જરૂર રહેતી નથી.

આ પણ વાંચોઃ 31 ઓક્ટોબર સુધી આ લોકો IT Return ભરી શકશે, નહીં ભરવો પડે દંડ, જાણો કેમ

બાળકો માટે કેમ છે કામનું?

જો તમારું બાળક UPI નો ઉપયોગ કરવાનું શરૂ કરી રહ્યું હોય, તો આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તે તેમને ડિજિટલ પેમેન્ટની સુવિધા આપે છે અને સાથે જ તમને તમારા બેંક ખાતા અંગે વધુ ચિંતા કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ અપાવે છે.

સૌથી મહત્વની બાબત એ છે કે તમારું UPI Circle ક્યારેય કોઈની સાથે શેર ન કરવું. UPI Circle નો ઉપયોગ ફક્ત વિશ્વાસુ પરિવારના સભ્યો સાથે જ કરો અને તમારી જરૂરિયાત મુજબ પેમેન્ટની મર્યાદા નક્કી કરો. આનાથી ડિજિટલ પેમેન્ટની સુવિધા મળશે અને સાથે સાથે તમારા બેંક ખાતા પર તમારું કંટ્રોલ પણ જળવાઈ રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

children payment upi circle pay without bank account

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ