ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 31 ઓક્ટોબર સુધી આ લોકો IT Return ભરી શકશે, નહીં ભરવો પડે દંડ, જાણો કેમ

કામની વાત / 31 ઓક્ટોબર સુધી આ લોકો IT Return ભરી શકશે, નહીં ભરવો પડે દંડ, જાણો કેમ

Published By: Bijal Vyas

Last Updated: 08:47 AM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઈ વ્યવસાય અથવા વ્યાવસાયિક સેવા સાથે સંકળાયેલા હોય, તો તમારા માટે લાગુ પડતી ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ અલગ હોઈ શકે છે. જે ટેક્સપેયર્સના હિસાબોનું ટેક્સ ઓડિટ કરાવવું જરૂરી હોય, તેઓ AY 2026-27 માટે તેમનું ITR 31 ઓક્ટોબર, 2026 સુધીમાં ફાઇલ કરી શકે છે.

ADVERTISEMENT

આવકવેરા રિટર્ન એટલે કે ITR ભરવાની અંતિમ તારીખ દરેક ટેક્સપેયર્સ માટે સમાન હોતી નથી. પગારદાર વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ અને પેન્શનરો માટે AY 2026-27ના રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2026 હતી. બીજી તરફ, ટેક્સ ઓડિટને પાત્ર ન હોય તેવા વ્યવસાયના માલિકો અને પ્રોફેશનલ માટે અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2026 હતી. હવે, ટેક્સ ઓડિટના દાયરામાં આવતા અમુક વ્યવસાયના માલિકો અને પ્રોફેશનલ પાસે તેમનું ITR ભરવા માટે 31 ઓક્ટોબર, 2026 સુધીનો સમય છે.

કોણે 31 ઓક્ટોબર સુધી ભરવુ પડશે ITR

જે વેપારીઓના હિસાબો માટે આવકવેરા કાયદાની કલમ 44AB હેઠળ ટેક્સ ઓડિટ કરાવવું જરૂરી હોય, તેમના માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર, 2026 છે. જે પ્રોફેશનલ્સ કુલ આવક કે પ્રાપ્તિ ટેક્સ ઓડિટ માટે નિર્ધારિત માપદંડોમાં આવતી હોય, તેઓ પણ આ તારીખ સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરી શકે છે. આ ઉપરાંત, 31 ઓક્ટોબરની આ અંતિમ તારીખ ઓડિટને પાત્ર પેઢીઓના અમુક ભાગીદારો અને એવા અન્ય કરદાતાઓ માટે પણ લાગુ પડી શકે છે કે જેમનાં હિસાબોનું આવકવેરા કાયદાની અન્ય કલમો હેઠળ ઓડિટ કરાવવું જરુરી હોય છે.

ITR Filing 2026 (4)

બિઝનેસ અને પ્રોફેશનલ્સ માટે ઓડિટ નિયમ

પ્રોફેશનલ્સ માટે, જો કોઈ નાણાકીય વર્ષમાં કુલ આવક 50 લાખ રુપિયાથી વધુ હોય તો ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે. વ્યવસાયના માલિકોના કિસ્સામાં, સામાન્ય રીતે જો ટર્નઓવર 1 કરોડ રુપિયથી વધુ હોય તો ઓડિટ ફરજિયાત હોય છે. જોકે, જો રોકડમાં થતી આવક અને ચૂકવણી કુલ વ્યવહારોના 5% થી વધુ ન હોય, તો વ્યવસાયો માટે આ મર્યાદા વધીને 10 કરોડ રુપિયા થઈ જાય છે. આ ઉપરાંત, અમુક સંજોગોમાં પણ ટેક્સ ઓડિટ લાગુ પડી શકે છે, જેમ કે 'પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ' માંથી બહાર નીકળવું અથવા નક્કી મર્યાદા કરતાં ઓછી આવક જાહેર કરવી.

આ પણ વાંચોઃ PM કિસાન યોજનાના 24માં હપ્તામાં ₹4,000 મળવાને લઈ મોટી અપડેટ, જાણો શું છે સત્ય ?

ટેક્સ ઓડિટ રિપોર્ટ ક્યારે દાખલ કરવાનો રહેશે?

ટેક્સ ઓડિટ રિપોર્ટ નક્કી સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરવો આવશ્યક છે. અહીં, આ સમયમર્યાદાનો અર્થ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખના એક મહિના પહેલાં આવતી તારીખ છે. ટેક્સ ઓડિટ રિપોર્ટ નક્કી ફોર્મેટ્સમાં ઇલેક્ટ્રોનિક રીતે ફાઇલ કરવાનો રહેશે, જેમાં ફોર્મ 3CA અને ફોર્મ 3CBનો સમાવેશ થાય છે. આ દરમિયાન, ઇનકમ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, 31 ઓગસ્ટ, 2026 સુધીમાં એસેસમેન્ટ યર (AY) 2026-27 માટે 7.8 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા. આ આંકડામાં 31 જુલાઈની અંતિમ તારીખ સુધીમાં ફાઇલ કરાયેલા 5.9 કરોડથી વધુ ITR-1 અને ITR-2 ફોર્મનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

for Businesses and Professionals ITR filing Last date ITR Filing Deadline 2026

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ