ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM કિસાન યોજનાના 24માં હપ્તામાં ₹4,000 મળવાને લઈ મોટી અપડેટ, જાણો શું છે સત્ય ?
6 ફોટો ગેલેરી
Last Updated: 12:41 PM, 5 September 2026
1/6
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે PM કિસાન યોજનાના 24મા હપ્તાના ₹4,000 ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે. જેના કારણે ઘણા ખેડૂતોમાં મૂંઝવણ ઊભી થઈ છે. જો તમારા ખાતામાં હજુ 24મા હપ્તાના પૈસા આવ્યા નથી તો ગભરાવાની જરૂર નથી. સરકાર તરફથી આ વાયરલ દાવાને ભ્રામક અને અફવા ગણાવવામાં આવ્યો છે.
2/6
PM કિસાન યોજનાના 24મા હપ્તાને લઈને સોશિયલ મીડિયા પર ₹4,000 મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ દાવો ખોટો હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હજુ સુધી 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો નથી. તેથી ખેડૂતોના ખાતામાં 24મા હપ્તાના ₹4,000 જમા થઈ ગયા હોવાની વાત પર વિશ્વાસ કરવો નહીં.
ADVERTISEMENT
3/6
PM કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને એક હપ્તામાં ₹2,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતોને એક વર્ષમાં કુલ ₹6,000 આપવામાં આવે છે. આ રકમ ત્રણ અલગ અલગ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. એટલે એક હપ્તામાં ₹4,000 મળવાનો દાવો યોજનાના નિયમો સાથે મેળ ખાતો નથી.
4/6
PM કિસાન યોજનાના સત્તાવાર હેન્ડલ પરથી પણ વાયરલ થઈ રહેલા ₹4,000ના દાવા અંગે ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 24મા હપ્તા માટે ₹4,000 મળવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખેડૂતોને સોશિયલ મીડિયા પર વાયરલ થતી આવી ભ્રામક માહિતીથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
5/6
PM કિસાન યોજના સાથે જોડાયેલી કોઈપણ માહિતી માટે ખેડૂતોને માત્ર સત્તાવાર પોર્ટલ પર જ વિશ્વાસ કરવો જોઈએ. હપ્તાની તારીખ, લાભાર્થીની સ્થિતિ અને ચુકવણી સંબંધિત માહિતી માટે PM કિસાનની સત્તાવાર વેબસાઇટ તપાસી શકાય છે. સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ કે પોસ્ટને આધારે કોઈ નિર્ણય લેવો નહીં.
6/6
PM કિસાન યોજનાના 24મા હપ્તાની સત્તાવાર તારીખ અંગે હાલમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આપેલી માહિતી અનુસાર ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી બે હપ્તા જાહેર થઈ ચૂક્યા છે. આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત થયા બાદ જ તેની પુષ્ટિ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ