ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, આજથી ખેડૂતો ટેકાના ભાવે પાકનું રજિસ્ટ્રેશન શરુ થશે

ગાંધીનગર / ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, આજથી ખેડૂતો ટેકાના ભાવે પાકનું રજિસ્ટ્રેશન શરુ થશે

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 06:49 AM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે ખેડૂતો માટે વધુ એક હિતલક્ષી નિર્ણય લીધો છે, ખેડૂતો માટે ટેકાના ભાવે પાકનું રજિસ્ટ્રેશન શરુ થઈ રહ્યું છે.

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂત માટે વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. આજથી ખેડૂતો ટેકાના ભાવે ખરીદીના પાકનું કરી શકશે રજિસ્ટ્રેશન શરુ થઈ રહ્યું છે. મગફળી,મગ,અડદ સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી કરી શકાશે. 9 ઓક્ટોબર સુધી ખેડૂતો પોતાના પાકનું કરાવી રજિસ્ટ્રેશન શકશે. ખેડૂતો ગ્રામ પંચાયતમાં VCE મારફતે નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકશે.

કયા પાક માટે કેટલો ટેકાનો ભાવ?

ખરીફ સિઝન 2026-27 માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવ મુજબ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે.

ખેડૂતો બે રીતે કરાવી શકશે નોંધણી

ખેડૂતોને નોંધણી માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પમાં ખેડૂત પોતાના સ્માર્ટફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને નોંધણી કરી શકશે અથવા ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત’ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને જાતે નોંધણી કરાવી શકશે. બીજા વિકલ્પમાં ખેડૂત પોતાના ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર અથવા ગ્રામસેવકનો સંપર્ક કરીને નોંધણી કરાવી શકશે.જે ખેડૂતો પાસે ફાર્મર્સ રજીસ્ટ્રેશન એટલે કે ફાર્મર આઈડી છે, તેમની ઈ-ગ્રામ કેન્દ્ર પર VCE/VLE મારફતે આધાર ઓથેન્ટિકેશન દ્વારા વિનામૂલ્યે નોંધણી કરવામાં આવશે.

વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ

બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી

ટેકાના ભાવે વેચવામાં આવેલા પાકોની રકમ ખેડૂતોના આધાર સીડેડ બેંક ખાતામાં DBT મારફતે સીધી જમા કરવામાં આવશે. તેથી ખેડૂતોને પોતાના બેંક ખાતાને આધાર સાથે સીડ કરાવીને એક્ટિવ રાખવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી પાકની ચુકવણીમાં કોઈ વિલંબ ન થાય. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના મગફળી, મગ, અડદ અને સોયાબીન પકવતા ખેડૂતોને સમયસર નોંધણી કરાવીને ટેકાના ભાવની યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bhupendra patel cabinet bhupendra patel

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ