ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સંબંધો બન્યા માનસિક તણાવનું નવું કારણ, જીવન આસ્થા હેલ્પલાઇન પર લોકોના વધ્યા કોલ

ચિંતાજનક / સંબંધો બન્યા માનસિક તણાવનું નવું કારણ, જીવન આસ્થા હેલ્પલાઇન પર લોકોના વધ્યા કોલ

Published By: Hiralal Parmar

Last Updated: 01:03 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવન આસ્થા હેલ્પલાઇન પર સંબંધોમાં ખટાશ અને એકલતાથી પરેશાન લોકોના કોલ વધ્યાઃ નિષ્ણાતો કહે છે, ‘લાગણીઓ વ્યક્ત ન કરવાથી સમસ્યા વધુ ગંભીર બને છે’

ADVERTISEMENT

ગાંધીનગરની એસપી કચેરીમાં કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઇન કોલ સેન્ટર પર કાઉન્સેલર્સ ૨૪ કલાક માનસિક તણાવથી પરેશાન લોકોના કોલનો જવાબ આપે છે. જોકે, રાતના ૯.૦૦ વાગ્યા બાદ ઘડિયાળ આગળ વધે તેમ તેઓ જાણે છે કે કોલ્સમાં અચાનક વધારો થઈ શકે છે. બીજી તરફથી આવતા અવાજો ઘણી વખત એવા લોકોના હોય છે, જેઓ અંદરથી અસહ્ય વેદના સહન કરી રહ્યા હોય છે. હવે આ વેદના માત્ર આર્થિક સમસ્યાઓ પૂરતી મર્યાદિત રહી નથી.

જીવન આસ્થા આત્મહત્યા નિવારણ અને માનસિક આરોગ્ય સહાય હેલ્પલાઇનના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પ્રવીણ વાલેરા જણાવે છે કે અગાઉ લોકો અમારી પાસે આવે ત્યારે આર્થિક તણાવ મુખ્ય કારણ રહેતું, પરંતુ છેલ્લા એક વર્ષમાં વ્યક્તિગત અને સંબંધોને લગતી સમસ્યાઓમાં સ્પષ્ટ વધારો જોવા મળ્યો છે. વિવાહિત અને અવિવાહિત યુગલોમાં સંઘર્ષ, પેઢીઓ વચ્ચેનું અંતર અથવા લાગણીઓ વ્યક્ત કરવામાં અસમર્થતા જેવી સમસ્યાઓ આત્મહત્યાના કેસોમાં એક મહત્ત્વપૂર્ણ કારણ તરીકે સામે આવી રહી છે. આ કેટેગરીના કોલ્સમાં આ વર્ષે લગભગ ચાર ગણો વધારો નોંધાયો છે.

વધુ વાંચો : ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, આજથી ખેડૂતો ટેકાના ભાવે પાકનું રજિસ્ટ્રેશન શરુ થશે

આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સાથે સંકળાયેલા અંજુ શેઠ માને છે કે આજના સમયમાં ઘણા લોકોને અર્થસભર ભાવનાત્મક સંબંધો બાંધવા અને જાળવી રાખવા પહેલાં કરતાં વધુ મુશ્કેલ લાગી રહ્યું છે. દર વર્ષે એનસીઆરબીના આંકડા દર્શાવે છે કે આત્મહત્યાના કેસોમાં ‘અગમ્ય કારણસર’ એ સૌથી મોટી કેટેગરીમાંની એક છે. ઘણી વખત તેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિએ પોતાની સાથે શું થઈ રહ્યું હતું તે નજીકના લોકોને પણ ક્યારેય જણાવ્યું ન હોય. એક કલાકની વાતચીતની જરૂરિયાતનો સામનો કરવો અને મુશ્કેલ સંવાદની શરૂઆત કરવી આજે માનવીય સંબંધોને પોષવા માટે અત્યંત જરૂરી બની ગયું છે. તણાવ અનુભવતા હો તો કાઉન્સેલર અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરો, મદદ હાથવેંતમાં છે.

જીવન આસ્થા : 1800 233 3330

ટેલિ-માનસ : 14416

સાથી : 079-26305544 / 26300222

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mental mental illness

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ