ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખેડાવાલા મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, વંદે માતરમ એમના માટે ભાજપનું ગીત થઈ ગયું એ દુ:ખદ વાત, વિધાનસભામાં હંગામો
Last Updated: 03:48 PM, 10 September 2026
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગીતના મુદ્દે આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો. ગઈકાલે વિધાનસભામાં વંદે માતરમના ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બેસી ગયા હોવાના આક્ષેપને લઈને સત્તાપક્ષે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
ઈમરાન ખેડાવાલા વંદે માતરમના ગાન દરમ્યાન બેસી ગયા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઈમરાન ખેડાવાલા વંદે માતરમના ગાન દરમિયાન જાણી જોઈને બેસી ગયા હતા.
ADVERTISEMENT
ઈમરાન ખેડાવાલા માત્ર મ્હોરું છે: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, “ઈમરાન ખેડાવાલા માત્ર મ્હોરું છે.” તેમણે દિલ્હીમાં સોનિયા ગાંધી દ્વારા કથિત રીતે આવી જ ઘટના બની હોવાનો ઉલ્લેખ કરતાં આ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં આ પ્રકારનાં દ્રશ્યો અગાઉ ક્યારેય જોવા મળ્યાં નથી. તેમણે વંદે માતરમ અંગે રાજકીય વિવાદ ઊભો થવા અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “વંદે માતરમ એમના માટે ભાજપનું ગીત થઈ ગયું એ દુઃખદ વાત છે.”
ઈમરાન ખેડાવાલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ
ADVERTISEMENT
આ મુદ્દે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પણ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે ઈમરાન ખેડાવાલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. ઋષિકેશ પટેલે કહ્યું કે, ગઈકાલે વિધાનસભામાં જે ઘટના બની તે સમગ્ર દેશને હાનિ પહોંચાડનારી છે. તેમણે ગૃહમાં એવી પણ માગ કરી હતી કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવી ઘટના કરવાની હિંમત ન કરે તેવો નિર્ણય લેવો જોઈએ.
આ પણ વાંચોઃ પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સે કર્યું 4 દિવસનાં રંગમંચ મહોત્સવનું ભવ્ય આયોજન
ADVERTISEMENT
વંદે માતરમના ગાન દરમિયાન ધારાસભ્યના વર્તનને લઈને ઉઠેલા આક્ષેપો બાદ ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય તણાવ વધ્યો છે. હવે આ મુદ્દે ગૃહમાં શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.