ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા, પ્રિન્સ યાદવની ભૂલ પર ગુસ્સે થયા શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ, જાહેરમાં ઠપકો આપ્યો!
Last Updated: 11:13 PM, 27 October 2026
ADVERTISEMENT
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમે બેટિંગથી ધમાકેદાર પ્રદર્શન કરીને જીત તો મેળવી લીધી પરંતુ મેચ દરમિયાન મેદાન પર એક એવો સીન ક્રીએટ થયો જેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં રનઆઉટ કરવાની તક હાથમાંથી સરકી ગઈ અને આ જોઈને ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર તથા ઓલરાઉન્ડર અક્ષર પટેલ નારાજ થઈ ગયા હતા. યુવા બોલર પ્રિન્સ યાદવની એક ભૂલને કારણે મેદાન પર ગરમાગરમી જોવા મળી હતી.
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડની ઇનિંગની લાસ્ટ ઓવરમાં કીવી ટીમ 189 રન બનાવી ચૂકી હતી. ક્રીઝ પર ડેરિલ મિચેલ અને જોશ જેકબ્સ હતા. એક બોલ પર લોંગ-ઑફથી અક્ષર પટેલે સ્ટમ્પ તરફ ઝડપી અને સીધો થ્રો કર્યો. રન-આઉટનો શાનદાર મોકો બન્યો હતો.
પરંતુ યુવા પેસ બોલર પ્રિન્સ યાદવ પિચની મધ્યમાં સુસ્તીભર્યા અંદાજમાં ઉભો રહ્યો અને સમયસર સ્ટમ્પ પાસે જઈને બોલ કલેક્ટ કરી શક્યા નહીં. તેમની આ બેદરકારી અને પ્રેઝન્સ ઓફ માઇન્ડની કમીને કારણે થ્રો સ્ટમ્પ પર ન લાગ્યો અને સરળ રન-આઉટનો મોકો હાથમાંથી નીકળી ગયો.
ADVERTISEMENT
આ સીન જોઈને કેપ્ટન શ્રેયસ અય્યરનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તેને યુવા બોલર પર ખુબ ગુસ્સો કાઢ્યો હતો. થ્રો કરનાર અક્ષર પટેલ પણ પ્રિન્સને મેદાન પર જ ખરી-ખોટી સંભળાવવા લાગ્યા હતા. કેમેરામાં કેદ થયેલો આ હાઈ-વોલ્ટેજ ડ્રામા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે.
પ્રિન્સ યાદવ માટે બોલિંગમાં પણ મુશ્કેલ દિવસ
ADVERTISEMENT
પ્રિન્સ યાદવ માટે આ મેચ યાદગાર રહી નહોતી. ન્યૂઝીલેન્ડ સામે તેને પોતાની ચાર ઓવરમાં 44 રન આપ્યા અને એક પણ વિકેટ મેળવી શક્યો નહીં. તેના અગાઉના પ્રદર્શનની સરખામણીમાં આ વખતે તેની બોલિંગ મોંઘી સાબિત થઈ. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી અગાઉની મેચમાં તેને 30 રન આપીને એક વિકેટ લીધી હતી. જોકે ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડના બેટર્સે તેના બોલ પર આક્રમક બેટિંગ કરી હતી.
ન્યૂઝીલેન્ડે ભારત સામે કેટલો સ્કોર બનાવ્યો?
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. ડેરિલ મિચેલે અણનમ 89 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી જ્યારે ફિન એલને 25 બોલમાં પાંચ છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. આ સ્કોર ભારત માટે પડકારજનક બની શકે તેમ હતો પરંતુ ભારતીય બેટર્સે જોરદાર જવાબ આપ્યો. અભિષેક શર્માની તોફાની બેટિંગના દમ પર ભારતે માત્ર 13.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો અને 6 વિકેટે જીત મેળવી હતી.
ADVERTISEMENT
જીતની ખુશી વચ્ચે મેદાન પરની આ ઘટના ચર્ચામાં
ભારતની જીતે ફેન્સને ખુશ કરી દીધા પરંતુ પ્રિન્સ યાદવની ભૂલ અને તેના પર શ્રેયસ અય્યર તથા અક્ષર પટેલની પ્રતિક્રિયા પણ મેચના ચર્ચાસ્પદ પળોમાં સામેલ થઈ ગઈ. આ સીનથી એ પણ સ્પષ્ટ થાય છે કે ક્રિકેટમાં દરેક રન અને દરેક ફિલ્ડિંગ પ્રયાસ કેટલો મહત્ત્વનો હોય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
South Africa vs Australia / 90 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો! 3 બોલ રમ્યો અને ખાતું પણ ન ખૂલ્યું, 1936 પછી પહેલીવાર બન્યું આવું
IND vs NZ 3rd T20 / ટીમ ઈન્ડિયાએ મેચની સાથે સાથે શ્રેણી પણ જીતી, અભિષેક શર્માએ તોફાની સદી ફટકારી