ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / અભિષેક શર્માની સિક્સરથી કાંપી ઉઠ્યું ન્યૂઝીલેન્ડ, રોહિત- સૂર્યાની ક્લબમાં કરી એન્ટ્રી, ન્યૂઝીલેન્ડનાં બોલરોને ધોઈ નાંખ્યા
6 ફોટો ગેલેરી
Last Updated: 05:31 PM, 27 October 2026
1/6
વેલિંગ્ટનના મેદાન પર ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવીને સિરીઝ પર કબજો જમાવ્યો છે. કીવી ટીમે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 3 વિકેટે 198 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે માત્ર 13.2 ઓવરમાં જ 4 વિકેટે 199 રન ઠોકી નાખ્યા અને ધમાકેદાર રીતે જીત મેળવી હતી.
2/6
આ ઐતિહાસિક જીતના સૌથી મોટો હીરો બન્યો અભિષેક શર્મા. તેને કીવી બોલરોને ભયંકર ધુલાઇ કરતા માત્ર 38 બોલમાં 11 છક્કા અને 9 ચોગ્ગા ફટકારીને 113 રનની તોફાની સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન જ અભિષેકે ઇન્ટરનેશનલ T20 ક્રિકેટમાં પોતાના 150 છક્કા પૂરા કરી લીધા અને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
ADVERTISEMENT
3/6
2024માં ટી20 ડેબ્યૂ કરનાર અભિષેક શર્માએ માત્ર 70 મેચ અને 69 ઇનિંગમાં જ 150 ઇન્ટરનેશનલ T20 છક્કા પૂરા કરી દીધા છે. હવે તે મેન્સના ઇન્ટરનેશનલ T20 ક્રિકેટમાં 150 કે તેથી વધુ છક્કા ફટકારનારા ભારતનો માત્ર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. વિશ્વના પૂરા સભ્ય દેશોમાં જોઈએ તો અભિષેક આ મુકામ હાંસલ કરનારા માત્ર આઠમો બેટ્સમેન છે. આ સાથે જ T20 માં તેના નામે 200થી વધુ ચોગ્ગા પણ નોંધાઈ ચૂક્યા છે.
4/6
ADVERTISEMENT
5/6
6/6
T20 ક્રિકેટમાં શરૂઆતની ઓવરોમાં ઝડપી રન બનાવવાથી આખી મેચનું ચિત્ર બદલાઈ શકે છે. અભિષેક શર્મા પોતાની અટેકીંગ બેટિંગથી ભારતીય ટીમને એવી જ શરૂઆત અપાવવાની ક્ષમતા ધરાવે છે. તે પાવરપ્લેમાં બોલરો પર દબાણ લાવી શકે છે અને મોટા ટાર્ગેટનો પીછો સરળ બનાવી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની આ ઇનિંગ્સે ફરી સાબિત કર્યું કે અભિષેક માત્ર પ્રતિભાશાળી યુવા બેટસમેન જ નથી પરંતુ મોટા મંચ પર મેચનું પાસું પલટી નાખવાની ક્ષમતા પણ ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ