ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, ખેડૂતોનું સરકારને 30 ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ, આંદોલનની ચીમકી

ગુજરાત / બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, ખેડૂતોનું સરકારને 30 ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ, આંદોલનની ચીમકી

Published By: Nidhi Panchal

Last Updated: 06:20 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં વરસાદના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે અને પશુઓ માટે પાણીની સમસ્યા ઊભી થઈ છે, ત્યારે હવે ખેડૂતોએ સરકાર સામે લડત શરૂ કરવાની તૈયારી કરી છે.

ADVERTISEMENT

એક તરફ ખેતરોમાં ઊભેલો પાક સુકાઈ રહ્યો છે, તો બીજી તરફ પશુઓને જીવાડવા માટે પાણી ક્યાંથી લાવવું તે મોટો સવાલ બની ગયો છે. આવી સ્થિતિમાં બનાસકાંઠાના ખેડૂતો હવે સરકાર સામે લડતના મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્ય સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ બનાસકાંઠાનો સમાવેશ ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો હોવા છતાં સરકાર દ્વારા બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. ત્યારે ભારતીય કિસાન સંઘે સરકારને 30 ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.

BSK

પાલનપુરમાં કિસાન સંઘની બેઠક બાદ કલેક્ટરને આવેદનપત્ર

બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે. જિલ્લા મથક પાલનપુર ખાતે ભારતીય કિસાન સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ, ઓછો વરસાદ, ખેતીને થયેલું નુકસાન અને પશુપાલકોની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીં કલેક્ટરને આવેદનપત્ર આપીને બનાસકાંઠા જિલ્લાને 30 ઓક્ટોબર સુધીમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ જો સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો મોટા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

જિલ્લામાં કોઈ તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ નથી પડ્યો: કિસાન સંઘ

પાલનપુર કિસાન સંઘના પ્રમુખ માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં આ વર્ષે દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. તેમના જણાવ્યા મુજબ, જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે અને કોઈપણ તાલુકામાં 8 ઇંચથી વધારે વરસાદ નોંધાયો નથી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ગઈકાલે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ બનાસકાંઠામાં પડ્યો હોવા છતાં જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જો આવી સ્થિતિમાં બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો તે જિલ્લાના ખેડૂતો સાથે મોટો અન્યાય ગણાશે.
mavji-patel

ડેમ, નદી કે ચેકડેમમાં પાણી નથી આવ્યું: માવજીભાઈ પટેલ

માવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે. અહીંના ખેડૂતો અને પશુપાલકોની આર્થિક સ્થિતિ વરસાદ પર નિર્ભર રહે છે. આ વર્ષે વરસાદના અભાવે ખેડૂતોની હાલત ખૂબ જ વિકટ બની છે. તેમના દાવા મુજબ, જિલ્લાના ડેમ, નદી કે ચેકડેમમાં નોંધપાત્ર પાણી આવ્યું નથી. આવી સ્થિતિમાં ખેતી અને પશુપાલન બંને માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. તેમણે સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવતા વરસાદના આંકડા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. જો અધિકારીઓ ખોટા આંકડા રજૂ કરે અને તેના આધારે સરકાર બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરે તો તે શરમજનક બાબત ગણાશે તેમ તેમણે જણાવ્યું હતું.

30 ઓક્ટોબર સુધી નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી

કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખો અને જિલ્લા કારોબારીના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકારને ખેડૂતોની સ્થિતિ સમજાવીને બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જો સરકાર 30 ઓક્ટોબર સુધીમાં ખેડૂતોને ન્યાય નહીં આપે તો કિસાન સંઘ દ્વારા અનિશ્ચિત સમય માટે આંદોલનનો કાર્યક્રમ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગ માત્ર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની છે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને રાહત મળી શકે.

arjan-bhai

5 લાખ ફૂટે પણ પાણી નથી, પશુઓને કેવી રીતે બચાવવા?: ખેડૂત

બનાસકાંઠાના ખેડૂત અરજણભાઈ પટેલે પણ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ બનાસકાંઠાને કેમ બાકાત રાખવામાં આવ્યો તે સમજાતું નથી. તેમણે દાવો કર્યો હતો કે બનાસકાંઠામાં 5 લાખ ફૂટે પણ પાણી નથી અને જિલ્લો ખેતીની સાથે પશુપાલન પર આધારિત છે. આવી સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકો માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બની રહ્યો છે. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે બનાસકાંઠાના ખેડૂતો સાથે આવો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે? સાથે જ જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી.

વરસાદ 30% થયો હોવાનો દાવો, સરકારી આંકડા સામે સવાલ

અરજણભાઈ પટેલે વરસાદના સરકારી આંકડાઓ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બનાસકાંઠામાં આ વર્ષે માત્ર 30% જેટલો વરસાદ થયો છે, જ્યારે સરકારી કચેરીઓમાં વરસાદના આંકડા 70થી 80% જેટલા દર્શાવવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, આ આંકડાઓ અને જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત છે. તેમણે કહ્યું કે સરકારમાં બેઠેલા અધિકારીઓને બનાસકાંઠાના ખેડૂતોની સાચી સ્થિતિની જાણ થવી જોઈએ. ખેડૂતોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા માટે તેમણે મીડિયાને પણ અપીલ કરી હતી.

ખેતરોમાં મગફળીનો પાક સુકાઈ ગયો, પશુઓને બચાવવાની ચિંતા

અરજણભાઈ પટેલે ખેડૂતોની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વરસાદના અભાવે ખેતરોમાં વાવેલી મગફળીનો પાક સુકાઈ ગયો છે. ખેડૂતોએ મહેનત કરીને વાવેતર કર્યું હતું, પરંતુ પૂરતો વરસાદ ન પડવાથી પાકને નુકસાન થયું છે. હવે ખેડૂતો સામે સૌથી મોટો સવાલ એ છે કે ખેતી કેવી રીતે કરવી અને પશુઓને કેવી રીતે બચાવવા. બનાસકાંઠામાં મોટી સંખ્યામાં પરિવારો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હોવાથી પાણીની અછત તેમની આર્થિક સ્થિતિને પણ અસર કરી રહી છે. આવી પરિસ્થિતિમાં સરકાર બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે.

આ પણ વાંચો : 10 લાખથી વધુ ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કૃષિ ધિરાણ પર 2% વ્યાજ સહાય માટે 174.07 કરોડ રૂપિયા મંજૂર

30 ઓક્ટોબરે રેલી કાઢવાની પણ તૈયારી

ખેડૂત અરજણભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો સરકાર 30 ઓક્ટોબર સુધીમાં બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરશે તો ખેડૂતોને રાહત મળશે. પરંતુ જો નિર્ણય નહીં લેવામાં આવે તો ખેડૂતો દ્વારા મોટા પાયે આંદોલન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 30 ઓક્ટોબરે રેલી કાઢવા અને ફરી આવેદનપત્ર આપવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો પોતાની માંગને લઈને મક્કમ છે અને સરકાર તરફથી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Palanpur Farmers Protest Banaskantha Drought Bharatiya Kisan Sangh

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ