ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'જ્યારે પુસ્તક આવશે ત્યારે હંગામો મચી જશે, હવે વારો મારો છે': આત્મકથા અંગે સોનિયા ગાંધીનું મોટું નિવેદન

નેશનલ / 'જ્યારે પુસ્તક આવશે ત્યારે હંગામો મચી જશે, હવે વારો મારો છે': આત્મકથા અંગે સોનિયા ગાંધીનું મોટું નિવેદન

Published By: Pravin Joshi

Last Updated: 06:45 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 10 નવેમ્બર 2026 ના રોજ પ્રકાશિત થનારી પોતાની આત્મકથા અંગે સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે દાયકાઓ બાદ હવે તેઓ ખુદ પોતાની કહાની દુનિયા સામે મૂકી રહ્યા છે, જેથી હોબાળો મચવો સ્વાભાવિક છે.

ADVERTISEMENT

કોંગ્રેસ પક્ષના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધીની આગામી આત્મકથા 'બિલોગિંગ્સ: જર્ની ઓફ લવ' આગામી 10 નવેમ્બર 2026 ના રોજ બજારમાં ધૂમ મચાવવા આવી રહી છે. આ પુસ્તકને લઈને સાહિત્ય પ્રેમીઓ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ પુસ્તક સોનિયા ગાંધીના અંગત જીવનથી લઈને ભારતીય રાજકારણના અત્યાર સુધી વણસાંભળેલા અનેક રોમાંચક કિસ્સાઓને ઉજાગર કરવાની છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આ પુસ્તક કોઈ અન્ય લેખકની મદદ વગર જાતે જ લખ્યું છે.

didha - 2026-10-27T181935.008

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પોતાની આ આગામી જીવનકથાને લઈને હવે ધીમે-ધીમે રહસ્યો પરથી પડદો હટાવી રહ્યા છે. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડિયો સંદેશ જારી કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યારે આ પુસ્તક લોન્ચ થશે, ત્યારે હોબાળો મચવો બિલકુલ નિશ્ચિત છે. આખરે, આટલા લાંબા દાયકાઓ સુધી અન્ય લોકો જ મારી 'કહાની' દુનિયાને સંભળાવતા રહ્યા છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે મારી વાર્તા હું ખુદ કહું, હવે વારો મારો છે.

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની આ પ્રતિષ્ઠિત પુસ્તક આગામી 10 નવેમ્બર 2026 ના રોજ સત્તાવાર રીતે પ્રકાશિત થશે, એટલે કે આ જ દિવસે આ પુસ્તક દેશભરના પુસ્તક ભંડારોમાં ઉપલબ્ધ થઈ જશે. કુલ 544 પૃષ્ઠો ધરાવતા આ વિશાળ પુસ્તકમાં તેમના ઇટાલી સ્થિત બાળપણના દિવસો, વર્ષ 1965 માં કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે રાજીવ ગાંધી સાથે થયેલી પ્રથમ મુલાકાત, લગ્નજીવન, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની કરુણ હત્યા, અચાનક રાજકારણમાં પ્રવેશ કરવો પડ્યો તે સમય તેમજ વર્ષ 2004 માં વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કરવાના ઐતિહાસિક નિર્ણય જેવા અત્યંત સંવેદનશીલ પ્રસંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના ભારતીય સંસ્કરણનું પ્રકાશન દેશના નામાંકિત પ્રકાશન ગૃહ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

soniya-gandhi1.jpg

પુસ્તકમાં આવરી લેવાયેલા મુદ્દાઓ અંગે સોનિયા ગાંધીની ખુલ્લી વાત

લાંબા સમયના અંતરાલ બાદ આ પુસ્તકના પ્રમોશન માટે સોશિયલ મીડિયા પર પરત ફરેલા સોનિયા ગાંધીએ મંગળવારે એક વિશેષ વિડિયો શેર કરતા કેટલીક મહત્વપૂર્ણ વાતો શેર કરી હતી. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, જ્યારે આ પુસ્તક આવશે, ત્યારે તમાશો થવો નક્કી જ છે. આખરે, બીજા લોકોએ મારી કહાની કહેવામાં વર્ષો અને દાયકાઓ બગાડ્યા છે, હવે મારી વાર્તા રજૂ કરવાનો વારો મારો છે. આગળ વાત કરતા વિડિયોમાં સોનિયા ગાંધી કહે છે કે, "મને ખબર નથી કે મારે મારી આખી કહાની દુનિયા સામે ખુલ્લી મૂકવી જોઈએ કે નહીં...

ત્યારબાદ રાજીવ ગાંધીને યાદ કરતા તેઓ ભાવુક થઈને કહે છે કે, જ્યારે મારા પતિને દેશના વડાપ્રધાન બનવા માટે કહેવામાં આવ્યું, ત્યારે હું આ નિર્ણયની સંપૂર્ણપણે વિરુદ્ધ હતી..." સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું કે, મેં એવું અનુભવ્યું કે મારા વિશે અગાઉથી જ ઘણું બધું લખાઈ ચૂક્યું છે, જેમાંથી ઘણી બધી બાબતો તદ્દન સાચી ન હતી, કેટલીક વાતો તો જાણી જોઈને ઉમેરવામાં આવી હતી અને કેટલીક બાબતોને ચઢી-પઢીને રજૂ કરવામાં આવી હતી. આ બધું જોઈને મને એવો અહેસાસ થયો કે હવે મારે મારી પોતાની હકીકત જાતે જ લખવી જોઈએ, અને પરિસ્થિતિઓ જેવી હતી તેને બિલકુલ તેવી જ રીતે લોકો સમક્ષ મૂકવી જોઈએ. જેવી કે તે વાસ્તવિકતામાં હતી. અથવા તો એમ કહી શકાય કે... હું તેને માત્ર મારું સંસ્કરણ નહીં કહું, પરંતુ મારી સાચી કહાની ચોક્કસપણે દુનિયા સામે મૂકીશ.

વધુ વાંચો : 140ની ઝડપે પવન ફૂંકાશે, ભારે વરસાદ, અર્નબ વાવાઝોડાનું રૌદ્ર રૂપ, 9 રાજ્યોમાં એલર્ટ, ગુજરાત પર શું અસર?

કોંગ્રેસના આ દિગ્ગજ નેતા આગળ જણાવે છે કે, કેટલાક લોકો મારા વિશેના પોતાના વિચારો બદલી શકે છે, તો વળી કેટલાક લોકોના મનમાં મારા પ્રત્યેનો અભિપ્રાય વધુ ખરાબ પણ થઈ શકે છે, પરંતુ આ જ તો વાસ્તવિકતા છે અને હકીકતો આવી જ હોય છે. જ્યારે તમે કોઈ પુસ્તક લખો છો ત્યારે આવું થવું સ્વાભાવિક છે, તેથી થોડો ઘણો હોબાળો કે તમાશો થવો તો હવે નિશ્ચિત જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત 24 ઓક્ટોબરના રોજ પણ સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયા પર આવીને આ પુસ્તકના પ્રચારના ભાગરૂપે રાજીવ ગાંધી સાથેના પોતાના શરૂઆતના દિવસોની યાદો તાજી કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Autobiography BelongingsJourneyOfLove SoniaGandhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ