ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઇમરાન ખાનને દેશ છોડવાનો આદેશ કેમ? 28 ઓક્ટોબર છેલ્લી તારીખ, હવે હાઈકોર્ટમાં શું થશે?

મનોરંજન / ઇમરાન ખાનને દેશ છોડવાનો આદેશ કેમ? 28 ઓક્ટોબર છેલ્લી તારીખ, હવે હાઈકોર્ટમાં શું થશે?

Published By: Nirav Kumar

Last Updated: 11:55 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિર ખાનના ભાણેજ અને બોલિવૂડ એક્ટર ઇમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ મળતાં ફિલ્મજગતમાં ચર્ચા તેજ બની છે.

ADVERTISEMENT

બોલીવુડ એક્ટર ઇમરાન ખાન અને આમિર ખાનના ભાણેજને મુંબઈ પોલીસના ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસર (FRRO)એ 28 ઑક્ટોબર સુધી ભારત છોડી દેવાનીનોટિસ આપી છે. હવે માત્ર બે દિવસ બાકી છે. આ મામલે ઇમરાનની યાચિકા પર 27 ઓક્ટોબરે બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થશે.

સોમવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ઇમરાન ખાનના વકીલ વેંકટેશ ધોંડ-પરવેઝ મેમને સમય માંગ્યો હતો. આથી મામલો મંગળવારે બપોરે સુનાવણી માટે મૂકવામાં આવ્યો છે. આ સુનાવણી ઇમરાન માટે ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે.

ઇમરાન 10 ઓક્ટોબરે મુંબઈમાં CJP દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ વચ્ચે એક વકીલે હસ્તક્ષેપ યાચિકા દાખલ કરી છે જેમાં કેન્દ્ર સરકારની કાર્યવાહીને સમર્થન આપવામાં આવ્યું છે. યાચિકામાં ઇમરાનના કથિત વર્તન પર પ્રશ્ન ઊઠાવવામાં આવ્યા છે. જેમાં આરોપ છે કે તેઓ એવી પાર્ટીના પ્રોટેસ્ટમાં સામેલ થયા જે રાષ્ટ્રવિરોધી તાકતો સાથે જોડાયેલી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોનો પણ ઉલ્લેખ છે, જેમાં ઇમરાનને પોલીસ વેનમાં બેસાડતી વખતે અમુક મહિલાઓ સેલ્ફી લેતી અને વિક્ટરી સાઇન બતાવતી દેખાઈ હતી. યાચિકામાં પૂછવામાં આવ્યું છે કે કાયદો અમલમાં મૂકતી એજન્સીની કાર્યવાહીનો આ રીતે મજાક ઉડાવવો કેવી રીતે પ્રાઉડ મોમેન્ટ હોઈ શકે? 44 વર્ષીય ઇમરાન અમેરિકન નાગરિક હોવાથી પ્રોટેસ્ટમાં સામેલ થતા પહેલા કાનૂની પાસાઓ વિશે વિચારવું જોઈતું હતું.

વધુ વાંચો : રશ્મિકા પછી વિજય દેવરકોંડાએ પણ ટ્રોલર્સને આપ્યો ઝડબાતોડ જવાબ, કિસ વાળી ફોટો શેર કરી બોલ્યા- "ભાડ મેં જાઓ"

ઇમરાને પોતાની યાચિકામાં જણાવ્યું છે કે તેઓ 2006થી નાગરિકતા અધિનિયમની કલમ 7A(1) હેઠળ OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) તરીકે રજિસ્ટર્ડ છે અને ટેક્સ ચૂકવવા સહિત તમામ કાનૂની જવાબદારીઓનું પાલન કર્યું છે. તેમનું કહેવું છે કે CEC વિરુદ્ધ પ્રોટેસ્ટ યોજનારા સંગઠન સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેમને ન્યૂઝ રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી હતી અને ઉત્સુકતાને કારણે પરિવાર સાથે ઓગસ્ટ ક્રાંતિ મેદાન પહોંચ્યા હતા. ત્યાં બેરિકેડિંગ જોઈને પોલીસના નિર્દેશોનું પાલન કરીને પાછા ફરતા હતા ત્યારે મીડિયાએ ઓળખી લીધા અને ઓપીનીયન પૂછ્યું. મીડિયા સાથે વાત કરતા જોઈને પોલીસે તેમને કસ્ટડીમાં લીધા અને આશરે દોઢ કલાક સુધી પરિવાર સાથે વેનમાં ફેરવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Imran Khan OCI Status Leave India Notice Imran Khan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ