ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:21 PM, 27 October 2026
ADVERTISEMENT
ઓડિશા-ભુવનેશ્વરમાં ચક્રવાત અર્નબની અસર શરૂ થઇ ગઇ છે. તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. તે 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે. ઓડિશા સહિતના દરિયાકાંઠાના રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદ અને ભારે પવનનો ખતરો છે.
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાત અર્નબ હવે પ્રચંડ ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. ભારતીય હવામાન વિભાગના લાઈવ ટ્રેકર અને સેટેલાઇટ તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. 27 ઓક્ટોબરની સવારે તે વિશાખાપટ્ટનમથી લગભગ 260 થી 350 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતું.
ADVERTISEMENT
લોકો આઇએમડીની સત્તાવાર વેબસાઇટ વિંડી ડોટ કોમ કે અન્ય હવામાન એપ્લિકેશનો પર લાઈવ ટ્રેકર ખોલીને તેનું ચોક્કસ સ્થાન, પવનની ગતિ અને અંદાજિત માર્ગ જોઈ શકાય છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરની સવારે આંધ્રપ્રદેશના યાનમ નજીક બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકવાની ધારણા છે.
પ્રચંડ વાવાઝોડાની અસર વાળા રાજ્ય
ADVERTISEMENT
આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ સાથે દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણા, કાકીનાડા અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ગંજમ, ગજપતિ અને કોરાપુટ સહિત ઓડિશાના ઘણા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ, વાવાઝોડા અને 50-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. લેન્ડફોલ સમયે પવનની ગતિ 115 થી 125 કિમી/કલાક રહેશે, 140 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયાની સપાટીમાં વધારો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેલું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આફત / 140ની ઝડપે પવન ફૂંકાશે, ભારે વરસાદ, અર્નબ વાવાઝોડાનું રૌદ્ર રૂપ, 9 રાજ્યોમાં એલર્ટ, ગુજરાત પર શું અસર?
આંધ્રપ્રદેશ અને ઓડિશા બંને રાજ્યએ મોટાપાયે તૈયારીઓ શરૂ કરી છે. હજારો લોકોને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યા છે, શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે, અને ડઝનબંધ ટ્રેનો રદ કરવામાં આવી છે. એનડીઆરએફ અને ઓડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT
લાઈવ ટ્રેકરની મદદથી વહીવટીતંત્ર દર થોડા કલાકે અપડેટ્સ લઇ રહ્યું છે જેથી જો જરૂર પડવા પર તાત્કાલિક પગલાં લઈ શકાય. જાહેર જનતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર એપ્સ અથવા વેબસાઇટ પર ટ્રેકર પર નજર રાખે અને અફવાઓથી દૂર રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો