ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેરાવળના હેડ કોન્સ્ટેબલે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યાં, ગુનો દાખલ થયો
Last Updated: 11:01 AM, 27 October 2026
ADVERTISEMENT
શાપર–વેરાવળના હેડ કોન્સ્ટેબલે વર્દી પર ડાઘ લગાડ્યો છે. હેડ કોન્સ્ટેબલ હાર્દિક કેરાળીયાએ લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરાયો છે. છ મહિના પહેલાં પીડિતાનો હાર્દિકભાઈ સાથે સંપર્ક થયો હતો.
ADVERTISEMENT
પીડિતા ફરીયાદ નોંધાવવા આવી ત્યારે થયો પરિચય
પીડિત યુવતી કોઈ બાબતે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે આવી હતી, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હાર્દિક કેરાડિયા તેના સંપર્કમાં આવ્યો હતો. આરોપ છે કે હેડ કોન્સ્ટેબલે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ લગ્ન કરવાની ખોટી લાલચ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ
ADVERTISEMENT
સમય જતાં હેડ કોન્સ્ટેબલે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં અને વિશ્વાસઘાત કરતાં પીડિતાએ હિંમત દાખવીને સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આપવીતી રજૂ કરી હતી. યુવતીની ગંભીર રજૂઆતના આધારે હેડ કોન્સ્ટેબલ હાર્દિક કેરાડિયા સામે દુષ્કર્મ તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.