ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુને યુવકે લાફો માર્યો, જમીન પર પડી ગયા
Last Updated: 09:25 AM, 27 October 2026
ADVERTISEMENT
સતાધારાના પ્રસિદ્ધ સંત ગીગા બાપુની પરંપરાને આગળ ધપાવનાર આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં મવડી રોડ પર આનંદ બંગલા ચોક નજીક એક યુવકે નરેન્દ્રબાપુને લાફો માર્યો હતો જેમાં તેઓ નીચે પડી ગયા હતા.
ADVERTISEMENT
આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુને યુવકે માર્યો લાફો, યુવકને લાફો મારતા પડી ગયા નરેન્દ્રબાપુ, મવડી રોડ પર આનંદ બંગલા ચોક નજીકનો બનાવ, સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ #Rajkot #Narendrabapu #MavdiRoad #ViralVideo #VTVDigital https://t.co/wybWko8aKS
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 26, 2026
થૂંકવા બાબતે થઈ બોલાચાલી
ADVERTISEMENT
આ સમગ્ર વિવાદની શરૂઆત એક સાવ સામાન્ય બાબતથી થઈ હતી. કોઈ સ્થળે થૂંકવા જેવી સામાન્ય બાબતને લઈને બોલાચાલી શરૂ થઈ હતી. વાતચીત દરમિયાન મામલો એટલો બધો વધી ગયો કે, ઉગ્ર બોલાચાલી બાદ અચાનક હુમલાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મહંત પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી અને આરોપીની શોધખોળ આદરી છે.
ADVERTISEMENT
શું છે આપાગીગાના ઓટલો?
આપાગીગાના ઓટલો સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા નજીક (રાજકોટ-ચોટીલા હાઈવે પર) આવેલું એક પરમ પવિત્ર અને સેવાભર્યું ધાર્મિક અન્નક્ષેત્ર અને આશ્રમ છે. આ સ્થળ સૌરાષ્ટ્રના મહાન સંત પૂજ્ય આપાગીગા (જેમનું મુખ્ય સ્થાનક ગીરનું પ્રખ્યાત સતાધાર ધામ છે) ની સંત પરંપરા અને સેવાના પ્રતીક રૂપે પ્રખ્યાત છે. આ ઓટલાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓ, પદયાત્રીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ૨૪ કલાક વિનામૂલ્યે ભોજન (પ્રસાદ) અને રહેવાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ અહીંથી ભૂખ્યા પેટે પાછો જતો નથી. આ પવિત્ર જગ્યાનું સમગ્ર સંચાલન પૂજ્ય મહંત શ્રી નરેન્દ્રબાપુ સોલંકી દ્વારા કરવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.