ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'બપોરે 1:11 વાગે બોમ્બ બ્લાસ્ટ થશે' અમદાવાદની ઘણી સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી, વાલીઓમાં દોડધામ
Last Updated: 11:10 AM, 27 October 2026
ADVERTISEMENT
અમદાવાદમાં વધુ એક વાર બોમ્બ ધમકીનું ભૂત ધૂણ્યું છે. સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ તથા ચાંદખેડાની પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, વિધા ભારતી સ્કૂલ અને સી.એન વિધાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં દોડધામ મચી હતી. ઈમેલ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે વાલીઓમાં દોડધામ મચી હતી અને પોતાના બાળકોમાં લેવા તાબડતોબ પહોંચ્યાં હતા.
ADVERTISEMENT
બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો
ગત વખતની ઘટનાઓની જેમ આ વખતે પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી ઈમેલ પર આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જોકે તપાસમા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી.
ADVERTISEMENT
દિલજીતના કોન્સર્ટનો ઉલ્લેખ
પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈને પણ ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે ઈમેલ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ પોતાના બાળકને દલજીતના કોન્સર્ટમાં ન મોકલે અને સ્કૂલમાં બપોરે 1:11 વાગે બોમ્બ બ્લાસ્ટ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
યુદ્ધના ધોરણે તપાસ શરુ
ADVERTISEMENT
બોમ્બની ધમકીને પગલે સ્થાનિક પોલીસ કાફલો, સેક્ટર અધિકારીઓ, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડની ટીમ શાળાઓના પરિસરમાં પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર સ્કૂલ બિલ્ડિંગ, વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ એરિયાને કોર્ડન કરીને સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો