ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં યુવતીએ બીજા લગ્ન કરી લેતા પૂર્વ પતિ બન્યો હેવાન, છરીથી હુમલો કરતા ચકચાર
Last Updated: 10:02 AM, 28 October 2026
ADVERTISEMENT
સુરતના ઉધના વિસ્તારમાં બીજા લગ્ન કરનારી યુવતી પર પૂર્વ પતિનો જીવલેણ હુમલો કર્યો હતો. યુવતી જઈ રહી હતી તે દરમિયાન પૂર્વ પતિએ પાછળથી દોવી આવી હુમલો કર્યો હતો. યુવતીએ એક દિવસ પહેલા બીજે લગ્ન કરી લીધા હતા. અન્ય મહિલાએ યુવતીને બચાવવા આરોપીના વાળ ખેંચી છોડાવવા પ્રયાસ કર્યો. CCTV ફૂટેજ સામે આવતા ઉધના પોલીસે ફરાર આરોપી પૂર્વ પતિ સચિનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.
ADVERTISEMENT
સુરતમાં બીજા લગ્નના એક દિવસ બાદ યુવતી પર પૂર્વ પતિનો ચપ્પુથી હુમલો સુરતના ઉધના વિસ્તારમાં બીજા લગ્ન કરનાર 23 વર્ષીય યુવતી પર તેના પૂર્વ પતિ સચિને જાહેરમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીના ગળા અને હાથ પર ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બીઆરસી પોલીસ ચોકીથી માત્ર 500 મીટર દૂર CCTVમાં કેદ થઈ છે. હુમલા દરમિયાન એક મહિલાએ આરોપીના વાળ ખેંચીને યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ ઘટનાના એક દિવસ પહેલાં જ બીજા લગ્ન કર્યા હોવાની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ ઉધના પોલીસે ફરાર આરોપી સચિનને પકડવા તપાસ તેજ કરી છે. #Surat #Udhnа #CCTVFootage #PoliceInvestigation #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 28, 2026</
રાત્રિના સમયે રસ્તા વચ્ચે આંતરી
ADVERTISEMENT
24 ઓક્ટોબરના રોજ રાત્રિના 10 વાગ્યાની આસપાસ બન્યો હતો. પીડિત મહિલા કામ પોતાના ઘરે પગપાળા જઈ રહી હતી. તે સમયે અચાનક તેનો પૂર્વ પતિ રસ્તામાં ધસી આવ્યો હતો. તેણે મહિલાને પાછળથી પકડીને રોકી હતી. અને ઝપાઝપી કરી હતી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ તેણે પોતાની પાસે રહેલું ઘાતક હથિયાર બહાર કાઢ્યું હતું.
ગળાના ભાગે હથિયારના ઘા ઝીંકી પતિ ફરાર
ADVERTISEMENT
આરોપીએ મહિલા પર આડેધડ ઘાતક હુમલો શરૂ કરી દીધો હતો. તેણે મહિલાના ગળાના ભાગે હથિયારના ગંભીર ઘા માર્યા હતા. ગળા પર હુમલો થતાં લોહીના ફુવારા ઊડ્યા હતા અને મહિલા જમીન પર ઢળી પડી હતી. જીવ બચાવવા માટે પીડિતાએ જોરજોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. તેની બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક નાગરિકો તુરંત જ મહિલાની મદદે દોડી આવ્યા હતા. લોકોનું ટોળું ભેગું થતું જોઈ હુમલાખોર પૂર્વ પતિ સ્થળ પરથી ભાગી ગયો હતો.
ADVERTISEMENT
મહિલા સારવાર હેઠળ
સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને સંભાળી હતી. તેમણે તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવીને મહિલાને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. મહિલાના ગળાના ભાગે ઈજાઓ પહોંચીહતી જેની હાલમાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.