ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉનાના વાંસોજ ગામમાં ભોજન બાદ પરિવારના 3 સભ્યોની તબિયત લથડી, 2 વર્ષની બાળકીનું મોત, માતા-પિતા ICUમાં

ગુજરાત / ઉનાના વાંસોજ ગામમાં ભોજન બાદ પરિવારના 3 સભ્યોની તબિયત લથડી, 2 વર્ષની બાળકીનું મોત, માતા-પિતા ICUમાં

Published By: Nidhi Panchal

Last Updated: 11:08 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના ઉનાના વાંસોજ ગામમાં એક પરિવાર માટે ભોજન બાદની રાત દુઃખદ બની ગઈ. શાક અને બાજરીના રોટલા ખાધા બાદ પરિવારના 3 સભ્યોની તબિયત લથડી હતી, જેમાં 2 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે માતા-પિતા હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.

ADVERTISEMENT

ઘરમાં રોજની જેમ રસોઈ બની હતી અને પરિવારના સભ્યોએ સાથે બેસીને ભોજન પણ કર્યું હતું. પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ ભોજન બાદ પરિવાર પર આટલું મોટું દુઃખ આવી પડશે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાંસોજ ગામમાં એક જ પરિવારના 3 સભ્યોની તબિયત અચાનક લથડતાં દોડધામ મચી ગઈ હતી. ભોજન કર્યા બાદ પરિવારના સભ્યોને ઊલટીઓ અને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. તબિયત વધુ બગડતાં તમામને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ 2 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

UNA

2 વર્ષની માસૂમ બાળકીનું મોત

મળતી માહિતી મુજબ, ઉનાના વાંસોજ ગામમાં રહેતા કામળિયા પરિવારના સભ્યોએ સાંજે સાથે ભોજન કર્યું હતું. ભોજનમાં શાક અને બાજરીના રોટલા બનાવવામાં આવ્યા હતા. આ ભોજન આરોગ્યા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડવા લાગી હતી. પરિવારના 3 સભ્યોને ઊલટીઓ થતાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. આ દરમિયાન આશરે 2 વર્ષની માસૂમ બાળકીની હાલત વધુ ગંભીર બની હતી. બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની એપેક્સ પ્લસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

સવારે 9થી 10 વાગ્યાની આસપાસ બાળકીને હોસ્પિટલ લવાઈ

એપેક્સ પ્લસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. રજનીકાંત ઝાલોન્દ્રાએ જણાવ્યું હતું કે, સવારે અંદાજે 9થી 10 વાગ્યાની આસપાસ 108 એમ્બ્યુલન્સ મારફતે બે વર્ષની બાળકીને ઇમર્જન્સી વિભાગમાં લાવવામાં આવી હતી. જોકે, જ્યારે બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તે મૃત અવસ્થામાં હતી. ડૉક્ટરે જણાવ્યું હતું કે, બાળકી સાથે આવેલા સંબંધીઓ પાસેથી ઘટનાની માહિતી મેળવવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પરિવારે સાંજે સાથે રસોઈ બનાવી હતી અને ભોજન કર્યું હતું. આ ભોજન આરોગનારા પરિવારના અન્ય સભ્યોની પણ તબિયત ખરાબ થઈ હતી.

rajnikant

ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરાઈ

ડૉ. રજનીકાંત ઝાલોન્દ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, પરિવારના સભ્યો પાસેથી મળેલી માહિતીના આધારે ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા છે. પરિવારના સભ્યોએ એકસાથે બનાવેલું ભોજન લીધું હતું અને ત્યારબાદ તેમની તબિયત બગડી હતી. જોકે, બાળકીનું મોત ફૂડ પોઈઝનિંગના કારણે જ થયું છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

માતા-પિતા હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ

આ ઘટનામાં બાળકીના માતા-પિતાની પણ તબિયત લથડી હતી. 30 વર્ષીય રાજેશભાઈ કામળિયા અને તેમના 26 વર્ષીય પત્ની સોનલબેન કામળિયાને ઉનાની એપેક્સ પ્લસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલના ICUમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી. ભોજન બાદ બંનેને ઊલટીઓ, ઊબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. તબિયત બગડતાં વહેલી સવારે બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

DR-GM

બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી બાદ શું સામે આવ્યું?

એપેક્સ પ્લસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. જી. એમ. કલસરિયાએ જણાવ્યું હતું કે, રાજેશભાઈ કામળિયા અને સોનલબેન કામળિયાને વહેલી સવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બંનેને ઊલટીઓ, ઊબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. હોસ્પિટલમાં તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેમાં બ્લડ ટેસ્ટથી લઈને સોનોગ્રાફી સહિતની જરૂરી તપાસ કરવામાં આવી હતી. ડૉક્ટરના જણાવ્યા મુજબ, બ્લડ ટેસ્ટ અને અન્ય રૂટિન તપાસના આધારે પ્રાથમિક રીતે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : સુરતના ચૌટા બજારમાં ખરીદી માટે ભારે ભીડ, વડોદરાના મંગળ બજારમાં પોલીસનું સઘન ચેકિંગ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે શાક અને બાજરીના રોટલાનું ભોજન કર્યા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક કેમ બગડી? એક જ પરિવારના 3 સભ્યોને ભોજન બાદ ઊલટીઓ અને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી બાળકીના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ માતા-પિતા હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં 2 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Una Food Poisoning Vansoj Village Gir Somnath

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ