ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ઊંચી સપાટીથી ચાંદી ₹2.25 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ ઘટાડો થતાં ખરીદીની તક!

photo-story

7 ફોટો ગેલેરી

Silver Price Crash / ઊંચી સપાટીથી ચાંદી ₹2.25 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ ઘટાડો થતાં ખરીદીની તક!

Last Updated: 03:01 PM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Silver Price Crash: જો તમે તહેવારોની મોસમ દરમિયાન સોનું અને ચાંદી ખરીદવાનું કે તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો અત્યારે ખૂબ જ સારો અવસર છે. હકીકતમાં, સોના અને ચાંદીના ભાવ ક્રેશ થઈ રહ્યો છે.

1/7

photoStories-logo

1. ચાંદીના ભાવમાં ઘટાડો

શેરબજારમાં આવેલા કડાકાની વચ્ચે, બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદાના ભાવમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો. 1 કિલો ચાંદીના વાયદાના ભાવમાં એક ઝાટકે 1800 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ, આ કિંમતી ધાતુ હવે તેના સર્વોચ્ચ સ્તરથી 2.25 લાખ રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ નીચે ટ્રેડ થઈ રહી છે. આવો એ પણ જોઈએ કે 24 કેરેટ સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં આજે ફરી ઘટાડો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવને જોઈએ તો, 4 ડિસેમ્બરે સમાપ્ત થતા ચાંદીના કોન્ટ્રાક્ટ્સ સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે, એટલે કે બુધવારે, નીચા ભાવે ખુલ્યા હતા. અગાઉના બંધ ભાવ 1,96,717 રુપિયાની સરખામણીમાં ભાવ ઘટીને 1,94,901 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા હતા. પરિણામે, બજાર ખુલતાની સાથે જ 1 કિલો ચાંદીના ભાવમાં 1816 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ઓક્ટોબરમાં ક્રેશ થઇ Silver

સોના અને ચાંદીમાં રોકાણ કરવા માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ સારો સાબિત થયો છે. આ વાત એના પરથી સ્પષ્ટ થાય છે કે સપ્ટેમ્બરના છેલ્લા ટ્રેડિંગ દિવસની સરખામણીમાં, આ આખા મહિના દરમિયાન ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, 30 સપ્ટેમ્બરના રોજ 1 કિલો ચાંદીનો ફ્યુચર્સ ભાવ 2,23,706 રુપિયા પર બંધ થયો હતો; જે બુધવાર સુધીમાં પ્રતિ કિલો 28,805 રુપિયા જેટલો સસ્તો થઈ ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. હાઇથી અડધાથી ઓછા ભાવ પર ચાંદી

સતત ઘટાડાને પગલે, ચાંદીનો ભાવ હવે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરના અડધાથી પણ ઓછો થઈ ગયો છે. નોંધનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા; તે 4 લાખ રુપિયાના ઐતિહાસિક સ્તરને પાર કરીને 4,20,048 રુપિયાની ટોચ પર પહોંચી ગઈ હતી. જોકે, ત્યારથી ભાવમાં સતત મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરની સરખામણીમાં, ચાંદીનો વર્તમાન ભાવ પ્રતિ કિલોગ્રામ 2,25,147 રુપિયા જેટલો ઓછો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. 10 ગ્રામ સોનુ હવે કેટલાનું?

ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે, ત્યારે કિંમતી પીળી ધાતુ એટલે કે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં 10 ગ્રામ દીઠ 1,44,138 રુપિયા પર બંધ થયેલો સોનાનો ભાવ, બુધવારે શરૂઆતી કારોબાર દરમિયાન ઘટીને 1,43,468 રુપિયા પર આવી ગયો હતો. આનો અર્થ એ છે કે સોનું 10 ગ્રામ દીઠ 670 રુપિયા સસ્તું થયું છે. ઓક્ટોબર મહિના દરમિયાન ભાવમાં આવેલા ફેરફારો પર નજર કરીએ તો, 30 સપ્ટેમ્બરે MCX પર સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,49,036 રુપિયા હતો, વર્તમાન ભાવની સરખામણીમાં સોનું 5568 રુપિયા સસ્તું થયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ઘરેલુ માર્કેટમાં સોના-ચાંદીનો હાલ?

MCX પરના સોના-ચાંદીના ભાવને અનુસરીને સ્થાનિક બજારમાં થયેલા ફેરફારો પર નજર કરીએ તો, 'ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન'ની વેબસાઇટ IBJA.Com મુજબ, હાલમાં 1 કિલો ચાંદીનો ભાવ 1.94 લાખ રુપિયા છે. આ સાથે જ, 24-કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,42,300 રુપિયા છે. અન્ય શુદ્ધતા ધરાવતા સોનાના ભાવની વાત કરીએ તો, 10 ગ્રામ દીઠ 22-કેરેટ સોનાનો ભાવ 1,41,730 રુપિયા , 20-કેરેટ સોનાનો ભાવ 1,30,347 રુપિયા, 18-કેરેટ સોનાનો ભાવ 1,06,725 રુપિયા અને 14-કેરેટ સોનાનો ભાવ 83,246 રુપિયા રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

fall from high silver price crash now 225000 rupee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ