ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રવિવારે પણ ચાલુ રહેશે આધાર સેવા કેન્દ્રો, AMCએ કરી શાનદાર પહેલ
Last Updated: 05:02 PM, 25 October 2026
ADVERTISEMENT
હવે રજાના દિવસે પણ સરળતાથી થઈ શકશે આધાર કાર્ડનું કામ! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી શનિવાર સુધી આધાર કેન્દ્રો પર રહેતી ભારે ભીડ અને નાગરિકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હવે AMC દ્વારા રવિવારના દિવસે પણ આધાર સેવા કેન્દ્રો ચાલુ રાખવાની શાનદાર પહેલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
રજાના દિવસે પણ આધારનું કામ કરાવી શકાશે
ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વેપારીઓ કે જેઓ કામકાજને કારણે વીકડેઝમાં સમય નથી ફાળવી શકતા, તેઓ હવે રજાના દિવસે નિશ્ચિંત થઈને આધાર નોંધણી કે અપડેટ જેવી સેવાઓનો લાભ મેળવી શકશે. આ વિશેષ વ્યવસ્થાથી સામાન્ય જનતાનો રાહ જોવાનો સમય ઘટશે અને નિયમિત દિવસોની ભીડભાડમાંથી પણ મોટી રાહત મળશે.
ADVERTISEMENT
7 આધાર સેવા કેન્દ્રોનો શુભારંભ
ADVERTISEMENT
7 આધાર સેવા કેન્દ્રોનો શુભારંભ અમદાવાદના મેયર હિતેશ બારોટના હસ્તે બોડકદેવ સબ ઝોનલ ઓફિસ, ગુરુદ્વારા ચાર રસ્તા પાસે, અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, શાસક પક્ષના નેતા જશુ ઠાકોર, દંડક અતુલ મિશ્રા, કમિટી ચેરમેનઓ, સ્કૂલ બોર્ડ ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, કાઉન્સિલર સહિતના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.