ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પ્રેમિકા-સ્પા સંચાલકે બ્લેકમેલ કર્યો, 5 લાખ રોકડા-5 લાખનું સોનું પડાવ્યું, રાજકોટમાં યુવકે ઝેરી દવા ગટગટાવી

ક્રાઈમ / પ્રેમિકા-સ્પા સંચાલકે બ્લેકમેલ કર્યો, 5 લાખ રોકડા-5 લાખનું સોનું પડાવ્યું, રાજકોટમાં યુવકે ઝેરી દવા ગટગટાવી

Published By: Hiralal Parmar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 04:24 PM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના બજરંગવાડી સર્કલ નજીક રહેતા 26 વર્ષીય નેપાળી યુવકે બ્લેકમેઇલિંગ અને આર્થિક શોષણથી કંટાળીને આત્મહત્યા કરી હતી.

ADVERTISEMENT

રાજકોટના બજરંગવાડી સર્કલ નજીક રહેતા 26 વર્ષીય નેપાળી યુવકે બ્લેકમેઇલિંગ અને આર્થિક શોષણથી કંટાળીને આત્મહત્યા કરી હતી. દશેરા પર આજીડેમ ગાર્ડન ખાતે ઝેરી દવા પીને ગંભીર પગલું ભરી લેનારા યુવરાજ કેતન થાપા નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પ્રેમિકા અને સ્પા સંચાલક હેરાન કરતા

મૃતક યુવકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો મુજબ, મેહુલ જેઠવા અને શ્રદ્ધા રાજપૂત નામના બે શખ્સો યુવરાજને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ બંને શખ્સો યુવકના અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપીને તેને અવારનવાર બ્લેકમેઇલ કરતા હતા. આ બ્લેકમેઇલિંગના કારણે યુવક છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ હેઠળ જીવી રહ્યો હતો.

5 લાખ રોકડા-5 લાખનું સોનું પડાવી લીધું

આરોપીઓએ ધમકી આપીને યુવરાજ પાસેથી રૂ. 5થી 6 લાખ રોકડા અને અંદાજે રૂ. 5 લાખની કિંમતનું સોનું પડાવી લીધું હતું. એટલું જ નહીં, બંને શખ્સોએ યુવકના નામે બેંકમાંથી લોન કરાવીને મોંઘી ચીજવસ્તુઓ પણ પોતાના નામે હડપ કરી લીધી હતી. સતત વધતી જતી આર્થિક માંગણીઓ અને બ્લેકમેઇલિંગથી કંટાળીને આખરે યુવરાજે પોતાનું જીવન ટૂંકાવી લેવાનો આત્યંતિક નિર્ણય લીધો હતો.

નેપાળી સમાજની ન્યાયની ઉગ્ર માંગ

આ ઘટના બાદ નેપાળ સમૂદાય રોષે ભરાયો હતો અને તેમણે આ કેસમાં ન્યાયની ઉગ્ર માંગ કરી છે. સમગ્ર મામલે કડક તપાસ કરી આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ