ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 11 મિનિટ સુધી ઋત્વિક રોશને ખાધા મુક્કા, ટીવી એક્ટર સામે અભિનેતાની વાત સાંભળી રહી ગયો હેરાન!

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 11 મિનિટ સુધી ઋત્વિક રોશને ખાધા મુક્કા, ટીવી એક્ટર સામે અભિનેતાની વાત સાંભળી રહી ગયો હેરાન!

Last Updated: 04:46 PM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફિલ્મના ક્લાઇમેક્સમાં ઋત્વિક રોશન સાથે કંઈક એવું થયું કે ટીવી એક્ટર રોહિત રોય પણ ચોંકી ગયા હતા. 11 મિનિટ સુધી ચાલેલી ફાઇટમાં ઋત્વિકે અચાનક એવી વાત કહી કે રોહિત પણ હેરાન રહી ગયા. આખરે ઋત્વિકે તેમને શું કહ્યું હતું?

1/6

photoStories-logo

1. ઋત્વિક રોશને કહ્યું, ‘મને માર!’

બોલિવૂડના સુપરસ્ટાર ઋત્વિક રોશનને એક ફાઇટ સીનમાં સતત મુક્કા ખાવા પડ્યા હતા. આ સીન લગભગ 11 મિનિટ સુધી ચાલ્યો હતો અને તેની પાછળનો કિસ્સો હવે ચર્ચામાં છે. રોહિત રોયે ખુલાસો કર્યો કે ઋત્વિકે તેમને સામેથી એક એવી વાત કહી હતી જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ‘કાબિલ’ ફિલ્મમાં ઋત્વિક રોશનનો દમદાર રોલ

2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાબિલ’માં ઋત્વિક રોશને એક અંધ વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. પત્નીના મોત બાદ તે કેવી રીતે બદલો લે છે તેની આસપાસ ફિલ્મની કહાની આગળ વધે છે. યામી ગૌતમ, રોહિત રોય અને રોનિત રોય પણ આ ફિલ્મનો હિસ્સો હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ક્લાઇમેક્સમાં 11 મિનિટ સુધી ચાલી ફાઇટ

ફિલ્મના ક્લાઇમેક્સમાં ઋત્વિક રોશન અને રોહિત રોય વચ્ચે જોરદાર ફાઇટ સીન હતો. આ ફાઇટ લગભગ 11 મિનિટ સુધી ચાલી હતી. રોહિત રોયે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં આ સીન સાથે જોડાયેલો રસપ્રદ અનુભવ શેર કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઋત્વિકે રોહિતને કહ્યું, ‘મને માર!’

રોહિત રોયના જણાવ્યા મુજબ ફાઇટ સીન દરમિયાન ઋત્વિક રોશને તેમને પૂછ્યું કે તેઓ પૂરી તાકાતથી કેમ નથી મારી રહ્યા. ઋત્વિકે તેમને કહ્યું કે, ‘મને માર!’ જેથી સીન વધુ અસરકારક બની શકે. જોકે રોહિતને મજાકમાં ચિંતા હતી કે ઋત્વિક સુપરસ્ટાર હોવાની સાથે ફિલ્મના નિર્માતા પણ હતા. જો તેમને ઈજા થાય તો પોતાનો પગાર અટકી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઋત્વિક સાથે જૂનો સંબંધ, ‘સર’ કહીને નથી બોલાવતા

રોહિત રોયે જણાવ્યું કે તેઓ ઋત્વિક રોશનને તે 17 વર્ષના હતા ત્યારથી ઓળખે છે. તેથી તેઓ ઋત્વિકને ‘સર’ કહીને બોલાવતા નથી. બીજી તરફ રોહિતના ભાઈ રોનિત રોય ઋત્વિકને ‘સર’ કહે છે, જે સાંભળીને રોહિતને થોડું અજીબ લાગે છે. ઋત્વિક તેમને રોહિત અથવા ક્યારેક ‘કોકો’ કહીને બોલાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સ્ટંટ પહેલાં સુરક્ષાની ચિંતા કરી ઋત્વિકે રોક્યું શૂટિંગ

ફિલ્મના એક સીનમાં ઋત્વિકના પાત્રે લાકડીથી મારતાં રોહિતને જમીન પર પડવાનું હતું. શૂટિંગ પૂરું થવામાં માત્ર 15 મિનિટ બાકી હતી, પરંતુ ઋત્વિકની નજર પડી કે નીચે ક્રેશ મેટ નહોતી. તેમણે રોહિતને તેના વિના સ્ટંટ કરવાની ના પાડી અને પોતાની વાનમાંથી મેટ મંગાવી. ખભો ઊતરી જવા જેવી ઈજા થઈ શકે છે તે સમજતાં તેમણે મેટ ગોઠવાય ત્યાં સુધી રાહ જોઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Roy Kaabil Movie Hrithik Roshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ