ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા 4 પાકિસ્તાની, સરક્રીક વિસ્તારમાંથી BSFએ પકડી પાડ્યા, ફિશિંગ બોટ પણ જપ્ત

કચ્છ / ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા 4 પાકિસ્તાની, સરક્રીક વિસ્તારમાંથી BSFએ પકડી પાડ્યા, ફિશિંગ બોટ પણ જપ્ત

Published By: Vishal Khamar
Reported By: Alpesh Goswami

Last Updated: 04:44 PM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રીક વિસ્તારમાં ભારતીય જળસીમામાં ગેરકાયદે પ્રવેશના આરોપસર 4 પાકિસ્તાની માછીમારોની અટકાયત કરવામાં આવી છે. BSF દ્વારા પાકિસ્તાની ફાઇબર ફિશિંગ બોટ જપ્ત કરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ પૂછપરછ ચાલુ છે.

ADVERTISEMENT

ક્રીક વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ચાર પાકિસ્તાની માછીમારોને એક ફાઇબર ફિશિંગ બોટ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની માછીમારો માછીમારીના બહાને ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ભારતીય જળસીમામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવાના આરોપસર કાદિર થાઇમોર, મુહમ્મદ મુસા, અઝગર થાઇમોર અને અહસાન જાટ નામના ચાર પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ભારતીય સીમામાંથી એક પાકિસ્તાની ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે BSF દ્વારા સંબંધિત વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા દરિયાઈ વિસ્તારમાં સાવચેતી રાખીને તપાસની કામગીરી કરવામાં આવી રહી છે.

હાલમાં ઝડપાયેલા ચારેય પાકિસ્તાની નાગરિકોની સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓ ભારતીય જળસીમામાં કયા સંજોગોમાં પ્રવેશ્યા હતા અને તેમની પ્રવૃત્તિ પાછળનો હેતુ શું હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ આદરજ-પુન્દ્રસણ રોડ પર અકસ્માત, કાર કેનાલની દીવાલ સાથે અથડાતાં બે યુવકનાં મો*ત અને બે મિત્રોને ગંભીર ઈજા!

દરિયાઈ સીમાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જોકે, આ મામલે સુરક્ષા એજન્સીઓની વધુ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વિગતો સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Creek area Pakistani fishermen detained BSF search operation

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ