ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવેમ્બરની શરૂઆત સાથે દેશમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, LPG થી લઈને GST અને હાઇવેના નિયમો બદલાયા

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / નવેમ્બરની શરૂઆત સાથે દેશમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, LPG થી લઈને GST અને હાઇવેના નિયમો બદલાયા

Last Updated: 06:02 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી 1 નવેમ્બર 2026 થી દેશમાં એલપીજી ભાવ, જીએસટી સુધારા, હાઇવે પ્રતિબંધો, દારૂના ડિજિટલ પેમેન્ટ અને મોબાઈલ કોલિંગ નેમ સંબંધી પાંચ મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે.

1/6

photoStories-logo

1. નવેમ્બરની શરૂઆત સાથે દેશમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, LPG થી લઈને GST અને હાઇવેના નિયમો બદલાયા

ઓક્ટોબર મહિનાની વિદાય સાથે જ હવે માત્ર ચાર દિવસ બાદ દેશભરમાં નવો મહિનો એટલે કે નવેમ્બર શરૂ થવા જઈ રહ્યો છે, જે પોતાની સાથે અનેક મોટા અને મહત્વપૂર્ણ બદલાવો લઈને આવી રહ્યો છે. આ નવા નિયમોની સીધી અસર સામાન્ય જનતાના ઘરની રસોઈ અને ખિસ્સા પર પડવાની છે. નવા મહિનાના પ્રથમ દિવસથી લાગુ થનારા આ ફેરફારોમાં ઘરના રસોડામાં વપરાતા એલપીજી સિલિન્ડર અને જીએસટી (GST) ઉપરાંત, હાઇવે પરની મુસાફરી તેમજ દારૂની ખરીદી માટેના પેમેન્ટ જેવા મહત્ત્વના વિષયો સામેલ છે. ચાલો જાણીએ આવા જ પાંચ મોટા બદલાવો વિશે વિગતવાર માહિતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર

દર મહિનાની જેમ નવેમ્બર મહિનાના પહેલા દિવસે પણ દેશભરના નાગરિકોની નજર એલપીજી સિલિન્ડરની કિંમતોમાં થનારા ફેરફાર પર રહેશે. અગાઉ 1 ઓક્ટોબર 2026 ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવોમાં સંશોધન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 62.50 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. જોકે, 14 કિલોગ્રામ વાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં 1 નવેમ્બરે પણ કિંમતોમાં બદલાવ જોવા મળી શકે છે. માત્ર એલપીજી જ નહીં, પરંતુ હવાઈ ઇંધણ એટલે કે એટીએફ (ATF) ના દરોમાં પણ ફેરફાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. જીએસટી (GST) સાથે જોડાયેલા નિયમો

1 નવેમ્બરથી દેશમાં લાગુ થવા જઈ રહેલો બીજો સૌથી મોટો બદલાવ પ્રત્યક્ષ કર પ્રણાલી એટલે કે જીએસટી સાથે જોડાયેલો છે. જીએસટીના નિયમોમાં થનારા આ ફેરફારથી દેશના વેપારીઓ અને નાના કારોબારીઓને મોટી રાહત મળી શકે છે. જીએસટીની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાના હેતુથી આ સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, ટેક્સ રિફોર્મ્સ અને રિફંડ પ્રક્રિયામાં થતો વિલંબ ઘટાડવા તેમજ વેપારીઓ પર દસ્તાવેજીકરણનો બોજ ઓછો કરવાની સરકારે વ્યાપક તૈયારી કરી છે. આ નવા બદલાવો અંતર્ગત કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં કર પરત એટલે કે રિફંડ માટે ઓટોમેટિક મંજૂરીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત, વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા અને ગ્રાહકોને સીધા માલ કે સેવાઓ પૂરી પાડતા વેપારીઓ માટે નવી રિટર્ન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દારૂના પેમેન્ટના નિયમમાં બદલાવ

નવેમ્બરની શરૂઆત સાથે જ લાગુ થનારો ત્રીજો ફેરફાર દારૂના શોખીનો સાથે સંબંધિત છે. તમિલનાડુ રાજ્યમાં 1 નવેમ્બરથી દારૂની ખરીદી સામે પેમેન્ટ કરવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. તમિલનાડુ સ્ટેજ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે રૂપિયા 1000 થી વધુ કિંમતની દારૂની બોટલના છૂટક વેચાણ માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એટલે કે જો તમે દારૂ ખરીદવા માટે દુકાને જશો અને એક હજાર રૂપિયાથી વધુ રકમની ખરીદી કરશો, તો ત્યાં રોકડ નાણાં સ્વીકારવામાં આવશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આ હાઇવે પર મુસાફરીના નિયમ બદલાયા

જો તમે મુંબઈથી પુણે વચ્ચે નિયમિત મુસાફરી કરો છો, તો આ ચોથો બદલાવ તમારા માટે અત્યંત મહત્વનો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવેના નવા કનેક્ટિંગ લિંક પર હવે તમામ પ્રકારના વાહનો નહીં દોડી શકે. મહારાષ્ટ્ર હાઇવે પોલીસે આ માર્ગ પર માલવાહક વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે અને આ નવો હાઇવે નિયમ 1 નવેમ્બરથી સત્તાવાર રીતે લાગુ થઈ રહ્યો છે. તમામ સુરક્ષા પાસાઓનું ગંભીરતાથી ધ્યાન રાખીને લેવાયેલા આ નિર્ણયના દાયરામાં નાના કોમર્શિયલ વાહનો, પિકઅપ વેન અને ટાટા એસ જેવા વાહનો પણ આવી જશે. જોકે, પ્રાઇવેટ કાર અને પેસેન્જર બસોને આ માર્ગ પરથી અવરજવર કરવાની છૂટ આપવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મોબાઈલ યૂઝર્સ માટે નવો નિયમ

1 નવેમ્બરથી અમલમાં આવનારા નિયમોની યાદીમાં પાંચમો બદલાવ દેશના લાખો મોબાઈલ ઉપ્તકર્તાઓ સાથે જોડાયેલો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ હવે 1 નવેમ્બરથી એક નવો ટેલિકોમ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. દૂરસંચાર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો પર નજર કરીએ તો, હવે તમામ મોબાઈલ યૂઝર્સ માટે કોલ કરનાર વ્યક્તિનું અસલી નામ સ્ક્રીન પર પ્રદર્શિત કરવું અનિવાર્ય બનશે. અગાઉ અજાણ્યા નંબર પરથી આવતા કોલ કરનારની ઓળખ કરવા માટે મોટાભાગના લોકો થર્ડ-પાર્ટી એપ્સનો સહારો લેતા હતા. આ સમસ્યાના નિવારણ માટે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે કે તેઓ 1 નવેમ્બર 2026 થી કોલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે સીનાપ (CNAP) ની આ આધુનિક સુવિધા ફરજિયાતપણે લાગુ કરે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RuleChange LPGPrice GSTUpdates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ